મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.૧૧ મી ફેબ્રુઆરીના રોજ આણંદ જિલ્લાની મુલાકાતે
Publish Date : 09/02/2026
અમૂલ ખાતે યોજાનાર AMUL AI પ્લેટફોર્મના લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં આગામી તા.૧૧ મી ફેબ્રુઆરી, શુક્રવારના રોજ આણંદ ખાતે અમૂલમાં યોજાનાર અમૂલ એઆઈ (AMUL AI) પ્લેટફોર્મના લોન્ચિંગ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારનાર છે. જેને ધ્યાને લઇ સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી આણંદના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમને ધ્યાને લઈ પ્રોટોકોલ મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સાથે કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થા અને અન્ય પાયાની જરૂરિયાતોનું યોગ્ય આયોજન થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો-વ્યવસ્થા, સાફ-સફાઇ સહિત રૂટ પરના વાહનવ્યવહારના નિયમન અને પાર્કિંગની સુવિધા સબંધિત જરૂરી વ્યવસ્થાઓના સુચારૂ અમલીકરણ બાબતે સઘન ચર્ચા-વિચારણા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ, આણંદના પ્રાંત શ્રી મયુર પરમાર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, GCMMF ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જયેન મેહતા, અમૂલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અમિત વ્યાસ, સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.૧૧ મી ફેબ્રુઆરીના રોજ આણંદ જિલ્લાની મુલાકાતે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.૧૧ મી ફેબ્રુઆરીના રોજ આણંદ જિલ્લાની મુલાકાતે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.૧૧ મી ફેબ્રુઆરીના રોજ આણંદ જિલ્લાની મુલાકાતે