Close

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડો. જયંતી એસ. રવિએ આણંદ ખાતે તૈયાર થઈ રહેલ નવા મહેસુલી ભવનની લીધી મુલાકાત

Publish Date : 05/02/2026

દિવ્યાંગજનો માટે સંપૂર્ણ સુવિધા ધરાવતું આણંદ જિલ્લાનું પહેલું કેમ્પસ

આણંદ, સોમવાર: આણંદ સોજીત્રા રોડ ઉપર નવું મહેસૂલી ભવનના બાંધકામની કામગીરી હાલ ચાલી રહી છે.

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડો. જયંતિ એસ. રવિએ નવા મહેસુલી ભવનની મુલાકાત લીધી હતી. તેમણે આ ભવન ખાતે તૈયાર કરવામાં આવનાર વિવિધ સુવિધાઓ અને ખાસ કરીને દિવ્યાંગજનો માટેની વિશેષ સુવિધાઓની જાણકારી મેળવી હતી.

કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ ડોક્ટર જયંતિ રવિને નવા મહેસૂલી ભવનમાં બ્લોક એ અને બ્લોક બી માં મળીને અંદાજિત કુલ 174 થી વધુ અધિકારી કર્મચારીઓ ના બેસવાની વ્યવસ્થા કરવામાં આવનાર છે તથા આ નવા મહેસુલી ભવનનું કામ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને આ નવા મહેસુલી ભવનમાં પ્રાંત અધિકારી શ્રી ની કચેરી ઉપરાંત મામલતદાર શહેર અને ગ્રામ્યની કચેરી, જનસેવા કેન્દ્ર, સીટી સર્વેની કચેરી અને સબ રજીસ્ટાર કચેરી નો સમાવેશ કરવામાં આવનાર છે, તેમ જણાવ્યું હતું.

માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવીએ ડો.જયંતિ રવિને નવા મહેસુલી ભવન ખાતે ઉપલબ્ધ થનાર મુખ્ય સુવિધાઓથી વાકેફ કર્યા હતા. નવા મહેસુલી ભવનની કુલ જમીનની ફાળવણી ની વિગતો આપતા કહ્યું હતું કે 8718 ચોરસ મીટર જમીનમાં  આ નવા બે મહેસુલી ભવન તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ નવા બનનાર મહેસૂલી ભવનમાં બ્લોક એ 2487.90 ચોરસ મીટર અને બ્લોક બી 2487.90 ચોરસ મીટર મળીને કુલ બાંધકામ 4975.80 ચોરસ મીટરનું કરવામાં આવનાર છે.

આ બંને મહેસુલી ભવનમાં અધ્યતન સુવિધા સાથે 100 થી વધુ વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા ધરાવતા જનસેવા કેન્દ્ર અને 25 થી વધુ બેઠક વ્યવસ્થા ધરાવતા ઈ ધરા કેન્દ્ર ઉપરાંત મામલતદાર ગ્રામ્ય અને મામલતદાર શહેર બંને મકાનોમાં 13 વ્યક્તિની ક્ષમતા ધરાવતી પેસેન્જર લિફ્ટ, ત્રણ જેટલા અધ્યતન કોન્ફરન્સ રૂમ, 200 થી વધુ ક્ષમતા ધરાવતા ટુ વ્હીલર અને 50થી વધુ ફોર વ્હીલર માટેનું પાર્કિંગ, ફાયર સિસ્ટમ, ઇન્ટર્નલ રોડ, પાર્કિંગ સેડ, રેન વોટર હારવેસ્ટીંગ, કમ્પાઉન્ડ વોલ, સંપ અને પંપ ની અલાયદી સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમ જણાવી અધિક મુખ્ય સચિવ શ્રી ને વાકેફ કર્યા હતા.

શ્રી ગઢવીએ દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાની જાણકારી આપતા જણાવ્યું હતું કે દિવ્યાંગજનો માટે સંપૂર્ણ સુવિધા ધરાવતું આણંદ જિલ્લાનું એકમાત્ર કેમ્પસ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દિવ્યાંગજનો માટે રેમ્પ, ટેકટાઈલ ફ્લોરિંગ, અલાયદી પાર્કિંગ વ્યવસ્થા, બ્રેઇલ સાઈનેજિસ, વ્હીલ ચેર અને અલાયદા ટોયલેટ ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ ઉપરાંત બંને ભવનના દરેક ફ્લોર ઉપર પુરુષ, સ્ત્રી અને દિવ્યાંગજનો માટે તેમજ સ્ટાફ માટેના ટોયલેટ બ્લોકની સુવિધા પણ કરવામાં આવી છે, તેમ જણાવ્યું હતું.

આ સમયે પેટલાદના મદદનીશ કલેકટર શ્રી હિરેન બારોટ, પ્રાંત અધિકારી શ્રી ડો. મયુર પરમાર, મામલતદાર શ્રી વિજયરાજ સિંહ ગોહિલ, નાયબ કાર્યપલક ઇજનેર શ્રી જીગર પટેલ સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.