મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામે હિકાગો બ્લોવર બનાવતી સંસ્થામાં થયેલ અકસ્માત બોઇલરને લીધે થયેલ નથી – આર.પી.કેવડિયા, મદદનીશ નિયામક, બોઇલર, આણંદ
Publish Date : 12/11/2025
આણંદ, બુધવાર: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામ ખાતે આવેલ હિકાગો બ્લોવર બનાવતી સંસ્થામાં તારીખ ૧૦ મી નવેમ્બર ના રોજ થયેલ અકસ્માત સંબંધે મદદનીશ નિયામક બોઇલરોની કચેરી, આણંદ ના મદદનીશ નિયામક શ્રી આર.પી. કેવડીયા એ જણાવ્યું છે કે કંપની ખાતે થયેલ અકસ્માત સંબંધે તેમણે કંપનીની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સ્થળ તપાસ હાથ ધરવામાં આવી તેમાં બ્લોવર બનાવતી આ સંસ્થા ખાતે કોઈપણ પ્રકારનું બોઇલર જોવા મળ્યું ન હતું. જેથી આ અકસ્માત બોઇલરને લીધે થયેલ નથી પરંતુ બ્લોવરને લીધે થયેલ છે, તેમ શ્રી આર.પી.કેવડિયા મદદનીશ નિયામક, બોઇલરો, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે કોઈપણ કંપની સંસ્થાઓએ બ્લોવર વગેરે સાધનો ઉત્પાદકની ગાઈડલાઈન મુજબ જ ઉપયોગ કરવો જોઈએ.