બોરસદ ખાતે રૂપિયા ૭.૨૫ કરોડના ખર્ચે બનનાર અનાજનું ગોડાઉન તથા ઓફિસ બાંધકામનું ખાતમુહૂર્ત કરાશે
Publish Date : 11/02/2026
મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને આજે તા.૧૨ મી ફેબ્રુઆરીના રોજ કાર્યક્રમ યોજાશે
આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં આજે તા.૧૨ મી ફેબ્રુઆરી, ગુરુવારના રોજ બોરસદ ખાતે રૂપિયા ૭.૫૦ કરોડના ખર્ચે નવું બનાવવામાં આવનાર અનાજનું ગોડાઉન તથા ઓફિસ બાંધકામનો ખાતમુહૂર્ત નો કાર્યક્રમ યોજાનાર છે.
આ કાર્યક્રમ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને તા.૧૨/૦૨/૨૦૨૬ ગુરૂવારના રોજ સવારે ૧૧-૩૦ કલાકે બોરસદ તાલુકા સેવા સદનની સામે યોજાનાર છે.
આ તકે રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, લોકસભા સાંસદશ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.