બોરસદ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત થયું
Publish Date : 13/05/2025
આણંદ, મંગળવાર: જીલ્લા વહીવટી તંત્ર અને તાલુકા હેલ્થ ઓફીસ બોરસદ ના સહયોગ થી સામુહિક આરોગ્ય કેન્દ્ર, બોરસદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામા આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકીશ્રીએ હાજર રહી આયોજન કર્તા અને લાભાર્થીઓને રક્તદાન વિષે માહિતગાર કરી પ્રોત્સાહિત કર્યા હતા.
આ કેમ્પ માં કુલ ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફીસ બોરસદ દ્વારા રક્તદાન કરનારા સૌનું મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
