બોરસદના કિંખલોડ ગામની આંગણવાડી કેન્દ્ર ખાતે “પોષણ સેતુ” કાર્યક્રમ યોજાયો
Publish Date : 13/05/2025
આણંદ, મંગળવાર: આઈ.સી.ડી.એસ. બોરસદ ઘટક-૩ હેઠળના કિંખલોડ ગામના કોટ ફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ અને આરોગ્યમાં પરિવર્તન ધ્વારા પોષણની સ્થિતિમા સુધારો લાવવા “પોષણ સેતુ” પ્રોજેક્ટ અન્વયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
“સ્વાસ્થ્ય સખી/મિત્ર” ગ્રુપ ધ્વારા ICDS ના લાભાર્થી જેવા કે સગર્ભા બહેનો, ધાત્રી માતા, કિશોરીઓ અને બાળકો તથા તેઓના વાલીઓ સાથે પોષણ અને આરોગ્યને લગતા વિવિધ મુદ્દાઓ વિશે લાભાર્થીઓ સાથે પરામર્શન કરવામાં આવ્યું હતું.
CDPO શ્રી માલતીબેન પઢિયાર ધ્વારા સ્તનપાનનુ મહત્વ, પૂરક આહારનું મહત્વ,સરગવો (સુપરફુડ)નો રોજિંદા આહારમાં ઉપયોગના લાભો, THR નું મહત્વ વિશે તથા ડિસ્ટ્રિક્ટ પ્રોજેકટ આસિસ્ટન્ટ સાગર પ્રજાપતિ ધ્વારા “બાળ જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસનું મહત્વ, લોહતત્ત્વની ઉણપ, સમતોલ આહાર વિશેની સમજ જેવા વિષયો પર લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
આ પોષણ સેતુ કાર્યક્રમમાં મુખ્યસેવિકાશ્રી હંસાબેન રોહિત, ગામના સ્થાનિક આગેવાન, આશાદિપ NGO ના પ્રતિનિધિ, સર્વશિક્ષા અભિયાનના પ્રતિનિધિ, ગામના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.