ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ઘી નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયા
Publish Date : 17/04/2025
૨ એકમોને કુલ રૂ.૨.૨૫ લાખનો દંડ કરતાં એડજયુડીકેટીંગ ઓફિસરશ્રી ઋતુરાજ દેસાઈ.
આણંદ,ગુરૂવાર: આણંદની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ એકમોના ઘીના નમૂના લેવામાં આવ્યા હતા.જે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર,આણંદ દ્વારા આવા ૨ એકમોને દંડ કરવામાં આવ્યો છે.
આ એકમોમાં શ્રી રાણા હિરેન કુમાર રાજેશભાઈ,દિવ્ય પુજા વસ્તુ ભંડાર,આંકલાવના ઘીના નમૂનાને સબ સ્ટાન્ડર્ડ જાહેર કરીને રૂ.૨૫ હજારનો તથા શ્રી બારોટ અંકિત હસમુખભાઈ,સાર્થક ફૂડ પ્રોડક્ટસ, અમદાવાદના ઘીના નમૂનાને સબ સ્ટાન્ડર્ડ જાહેર કરીને રૂ.૨ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
આમ,એડજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ દ્વારા ઉપરોક્ત ૨ એકમોને કુલ રૂ.૨.૨૫ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
આ હુકમ અન્વયે નારાજગીના કિસ્સામાં ફૂડ સેફટી એપલેન્ટ ટ્રીબ્યુનલ,બ્લોક નં.-૮, બીજો માળ,ડૉ જીવરાજ મહેતા ભવન,ગાંધીનગરના પ્રિસાઈડીંગ ઓફીસરને દિન ૩૦માં અપીલ કરી શકે છે તેમ એડજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે.