પ્રાકૃતિક રીતે હળદરની ખેતીમાં એક વિઘે આશરે ૮૦ હજારનો નફો મેળવ્યો
Publish Date : 26/11/2025
આણંદ,સોમવાર: આણંદ જિલ્લો બાગાયત ખેતી માટે જાણીતા જિલ્લાઓમાંનો એક છે. આ જ જિલ્લામાં આવેલ ઇસરામા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી દિપકભાઇ છગનભાઇ પટેલ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સાથે જોડાયેલા છે. તેઓ પોતાના ખેતરમાં હળદર, તુવેર, મરચાં અને કાકડી જેવા પાકો પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડે છે.
દિપકભાઈ એ પ્રાકૃતિક કૃષિના વિવિધ ઘટકો જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત વગેરેનો અસરકારક ઉપયોગ કરીને ખેતી શરૂ કરી છે.વર્ષ- ૨૦૨૦ દરમિયાન તેમણે પોતાના ખેતર પર હળદરનો પાક ઉગાડ્યો હતો, જે સંપૂર્ણપણે પ્રાકૃતિક રીતે કરવામાં આવ્યો હતો. એક વિઘામાં બિયારણ, છાણિયું ખાતર, જીવામૃત અને નિંદામણ સહિત આશરે રૂ.૭૦,૦૦૦ જેટલો ખર્ચ થયો હતો. પાક પછી હળદરનું પ્રોસેસિંગ કરીને છૂટક વેચાણ કરતાં તેમને આશરે રૂ.૧,૫૦,૦૦૦નો શુદ્ધ નફો થયો હતો.આમ,પ્રાકૃતિક રીતે હળદરની ખેતીમાં એક વિઘે તેમણે આશરે ૮૦ હજારનો નફો મેળવ્યો હતો.
આ ઉપરાંત ચાલુ વર્ષે તેમણે ફરી એક વિઘામાં પ્રાકૃતિક પદ્ધતિથી હળદરની ખેતી કરી છે, જેમાંથી તેમને અંદાજે રૂ.૩ લાખ જેટલી આવક થવાની આશા વ્યક્ત કરી હતી.
બાગાયત વિભાગ તરફથી ખેડૂતશ્રી દીપકભાઈને હળદરના પ્રોસેસિંગ સાધનો માટે રૂ. ૪૨,૦૦૦ની સહાય આપેલ છે તેમજ ચાલુ વર્ષે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અંતર્ગત રૂ. ૯,૬૦૦ સહાય આપવામાં આવેલ છે.આ સહાયોથી પ્રાકૃતિક ખેતીને વધુ ગતિ મળી છે અને ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિઓ તરફ આકર્ષાઈ રહ્યાં છે.
આમ, દિપકભાઇ પટેલ માત્ર પોતાના ખેતર પૂરતા સીમિત નથી, પરંતુ તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપે છે અને પ્રોત્સાહન આપે છે.પ્રાકૃતિક ખેતીથી તેઓ જમીનની ફળદ્રુપતા વધારી રહ્યા છે, જમીન બગડતી અટકાવી રહ્યા છે અને દવામુક્ત પાક ઉગાડી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.