Close

પ્રસાશન ગાંવ કી ઓર- સુશાસન સપ્તાહ-૨૦૨૫

Publish Date : 22/12/2025

જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ તથા મામલતદારશ્રીઓને સપ્તાહમાં ત્રણ ગામોમાં ગ્રામ સંવાદ કાર્યક્રમ યોજવા સુચના

ગામ લોકો તરફથી મળેલ પ્રશ્નો/રજુઆતોનો સ્થળ ઉપર જ નિકાલ કરવો

અત્યાર સુધીમાં કુલ ૧૮૯૬ જેટલા પ્રશ્નોનો કરાયો નિકાલ

આણંદ, સોમવાર: પ્રસાશન ગાંવ કી ઓર- સુશાસન સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત આણંદ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જુન-૨૦૨૪ થી જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ તથા મામલતદારશ્રીઓને સપ્તાહમાં ત્રણ ગામોમાં ગ્રામ સંવાદ કાર્યક્રમ યોજવા સુચના આપવામાં આવી છે.

કલેક્ટરશ્રી પોતે પણ દર સપ્તાહે ગામ સંવાદ કાર્યક્રમ યોજે છે. જે અંતર્ગત જિલ્લા/તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ પણ આ કાર્યક્રમમાં હાજર હોય છે. ગામ લોકો તરફથી મળેલ પ્રશ્નો / રજુઆતોનો સ્થળ ઉપર નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જ્યારે બાકી રહેલા પ્રશ્નોનો દર ચોથા ગુરૂવારે પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓની મિટીંગ બોલાવવામાં આવે છે. તથા બાકી રહેલ પ્રશ્નો બાબતે સમીક્ષા કરવામાં આવે છે.

જિલ્લા તથા સરકાર કક્ષાના પ્રશ્નો હોય તો પ્લાન એસ્ટીમેટ સાથે જિલ્લા/સરકાર કક્ષાએ દરખાસ્ત કરવામાં આવે છે.

 આમ, આ રીતે ગામના લોકોના પ્રશ્નોનો નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જુન-૨૦૨૪ થી નવેમ્બર-૨૦૨૫ સુધીમાં આ કાર્યક્રમ દરમ્યાન કુલ-૩૫૧૮ પ્રશ્નો પુછવામાં આવેલ હતી જે પૈકી ૧૮૯૬ જેટલા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે ૧૬૨૨ પ્રશ્નો અંગેની કાર્યવાહી હાલ ચાલુ છે. કલેક્ટરશ્રી કક્ષાએ પણ મહેસુલી અધિકારીશ્રીઓની બેઠકમાં પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવે છે. તથા પડતર પ્રશ્નોના ઝડપી નિકાલ અંગે સંબંધિત પ્રાંત અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવે છે.