પેટલાદ હસ્તકની ખંભાત શાખા નહેર પરનો જુના સ્ટેટ હાઈવે રોડ બ્રિજને તોડીને બોક્સ ટાઈપ બનાવાશે
Publish Date : 01/12/2025
આણંદ થી તારાપુર આવન જાવન વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે
આણંદ, ગુરુવાર: પેટલાદ સિંચાઈ વિભાગ હસ્તકની ખંભાત શાખા નહેર પરનો જુના સ્ટેટ હાઈવે બ્રીજને તોડીને નવેસરથી બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે.
જે અન્વયે આણંદ થી તારાપુર આવન જાવન કરતાં વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટેનું જાહેરનામું આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયું છે.
આણંદ થી તારાપુર તરફ જતા ભારે વાહનો આણંદ બાંધણી ચોકડીથી ડાયવર્ટ કરીને પેટલાદ કોલેજ ચોકડી ,ધર્મજ ચોકડી તારાપુર તરફ જઈ શકાશે. તેમજ તારાપુર તરફથી આણંદ તરફ જતા ભારે વાહનોને ધર્મજ ચોકડી થઈને પેટલાદ કોલેજ ચોકડી થઈ બાંધણી ચોકડી થઈ આણંદ તરફ જઈ શકાશે.
ઉક્ત હુકમ ૩૧ ડિસેમ્બર સુધી અમલી રહેશે તથા તેના ભંગ કરવા બદલ કાયદાની જોગવાઈ અને આધીન શિક્ષાને પાત્ર થશે.