Close

પેટલાદ ખાતે રિહર્સલ યોજાયું

Publish Date : 11/04/2025

પેટલાદની કોલેજ ચોકડી પાસેના નવનિર્મિત ઓવરબ્રિજ નું આજે મુખ્યમંત્રીશ્રી કરશે લોકાર્પણ.

આણંદ, શનિવાર: આજે તા.૧૨ એપ્રિલ, શનિવારના રોજ બપોરે ૧૪-૦૦ કલાકે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નડિયાદ-પેટલાદ-ખંભાત રોડ પર પેટલાદ કોલેજ ચોકડી પાસેના રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નવ નિર્મિત ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.

જેનું રિહર્સલ આજે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી ની ઉપસ્થિતિમાં પેટલાદ ખાતે યોજવામાં આવ્યું હતું.

જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની સાથે પેટલાદના મદદનીશ કલેકટર શ્રી હિરેન બારોટ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી દિયોરા કાર્યપાલક ઈજનેર શ્રી ગઢવી સહિતના અધિકારીઓ જોડાયા હતા.