પશુ સારવાર સંકુલ, વેટરનરી કોલેજ આણંદ ખાતે “વર્લ્ડ રેબીસ ડે” ની ઉજવણી કરાઈ
Publish Date : 01/10/2025
આણંદ, બુધવાર: પશુ સારવાર સંકુલ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી,
આણંદ ખાતે “વર્લ્ડ રેબીસ ડે” ની ઉજવણીના ભાગ રૂપે નાના મોટા પશુઓને હડકવા વિરોધી રસીકરણનુ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વીસીસી વિભાગના વડા શ્રી ડૉ.એચ. સી. નખાશીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું જ્યારે ગાયનેકોલોજી વિભાગના વડા શ્રી ડૉ.એન. પી. સરવૈયાએ રેબીસ રોગ વિષે વિદ્યાર્થીઓ અને
પશુપાલકોને વિસ્તૃત માહિતી આપી હતી.
આ કેમ્પમાં ૧૦૦ થી વઘુ પશુઓ પાળતુ શ્વાન, ગાય, ભેંસ, ઘેટાં, બકરી, ઘોડા અને ઊંટ ને રસીકરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન વેટનરી કોલેજ, આણંદના આચાર્ય ડૉ. એફ. પી. સાવલિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. પશુ સારવારના તબીબો ડો.જોઈસ પી. જોસેફ, ડો.જે.જે. પરમાર, ડો. અંકિત પ્રજાપતિ અને ડો. અમ્રિતા વસાવા તેમજ કલીનીકલ વિભાગના સ્ટાફ તથા સ્નાતક અને અનુસ્નાતક
વિદ્યાર્થીઓએ વિવિધ સેવાઓ પૂરી પાડી હતી.

પશુ સારવાર સંકુલ, વેટરનરી કોલેજ આણંદ ખાતે “વર્લ્ડ રેબીસ ડે” ની ઉજવણી કરાઈ

પશુ સારવાર સંકુલ, વેટરનરી કોલેજ આણંદ ખાતે “વર્લ્ડ રેબીસ ડે” ની ઉજવણી કરાઈ
