Close

ધોરણ-૧૦ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ કુલ- ૧૫૨૧ સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

Publish Date : 11/03/2026

 ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ આંકડાશાસ્ત્ર વિષયના કુલ  ૫૦૬૫ અને વિજ્ઞાનપ્રવાહ ગણિત વિષયના કુલ ૧૫૧૬ વિધાર્થીઓએ પરીક્ષા આપી

આણંદ, સોમવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ધોરણ-૧૦ (SSC) અને ધો. ૧૨ (HSC)ની જાહેર પરીક્ષાઓ જિલ્લામાં શાતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, આણંદના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ એસ.એસ.સી.ની ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં નોંધાયેલા કુલ-૧૫૨૬  વિદ્યાર્થીઓ પૈકી ૧૫૨૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે  ૦૫ વિદ્યાર્થીની ગેરહાજરી નોંધાઈ હતી.

ધોરણ ૧૨ (HSC) સામાન્યપ્રવાહ આંકડાશાસ્ત્ર વિષયમાં નોંધાયેલા કુલ-૫૦૯૭ વિદ્યાર્થીઓ પૈકી  ૫૦૬૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૩૨ વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઈ હતી. વિજ્ઞાનપ્રવાહ ગણિત વિષયમાં નોંધાયેલા કુલ ૧૫૩૧ વિદ્યાર્થીઓ પૈકી ૧૫૧૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે  ૧૫ વિદ્યાર્થીની ગેરહાજરી નોંધાઈ હતી. 

આણંદ જિલ્લામાં ચાલી રહેલી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા દરમિયાન હજી સુધી કોઈપણ ગેરરિતિ થયાનો કેસ નોંધાયો નથી.