Close

તા. 26 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

Publish Date : 25/02/2026

આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ના કુલ 50966 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આણંદ જિલ્લામાં 59 વિદ્યાર્થીઓને આપવામાં આવી લહિયાની મંજૂરી

આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ 02692 264153 કાર્યરત

બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800 233 5500

દિવ્યાંગ ઉમેદવારો માટે ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ બ્લોકની વ્યવસ્થા

દરેક બ્લોક, બિલ્ડીંગ અને ક્લાસરૂમ ખાતે સીસીટીવી કેમેરા કાર્યરત

વિદ્યાર્થીઓ  શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન

આણંદ, બુધવાર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા તા. 26 ફેબ્રુઆરી થી શરૂ થશે અને 18મી માર્ચના રોજ પૂર્ણ થશે.

આણંદ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોર્ડની પરીક્ષા અંગે સંપૂર્ણ સુસજ્જ છે, તેમ જણાવી પરીક્ષાની વિગતો આપતા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડો. અર્ચનાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવુ સુચારૂ આયોજન આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

આણંદ જિલ્લામાં ધોરણ 10 ની પરીક્ષા માટે 40 કેન્દ્રોમાં, 112 બિલ્ડિંગમાં, 1122 બ્લોકમાં  31914 વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે પાંચ કેન્દ્રમાં 21 બિલ્ડીંગ ઉપર 212 બ્લોકમાં વિજ્ઞાન પ્રવાહના 4159 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 14,893 વિદ્યાર્થીઓ 21 કેન્દ્ર ખાતે 45 બિલ્ડિંગમાં 500 બ્લોકમાં કુલ 50,966 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે, તમામ ક્લાસરૂમ ખાતે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.ધોરણ 10 ની પરીક્ષા માટે આણંદ ઝોનમાં 46 હાઇસ્કુલો ખાતે, પેટલાદ ઝોન ની 33 હાઇસ્કુલો ખાતે અને આંકલાવ ઝોન ની 33 હાઇસ્કુલો ખાતે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આણંદ માં 04 હાઈસ્કુલો ખાતે, બોરસદમાં 06 હાઇસ્કુલો ખાતે,ખંભાતમાં 03 હાઇસ્કુલ, પેટલાદમાં 03 હાઇસ્કુલ અને વલ્લભ વિદ્યાનગરમાં 05 હાઇસ્કુલ મળીને કુલ 21 હાઇસ્કુલો ખાતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવશે. તેવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આણંદ જિલ્લામાં કુલ 45 સેન્ટર ઉપર લેવામાં આવનાર છે.જિલ્લા શિક્ષણ અધિકારીએ વધુમાં જણાવ્યું કે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે સવારે 7-00 કલાકથી રાત્રિના 20-00  કલાક સુધી જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જેનો ફોન નંબર 02692-264153 રહેશે, આ કંટ્રોલરૂમ પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે 18મી માર્ચ 2026 સુધી કાર્યરત રહેશે, તેની ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓ સંપર્ક કરીને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકશે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, દિવ્યાંગ ઉમેદવારોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે સબંધિત બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર તેમના માટે અલગ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે, આ ઉપરાંત 59 વિદ્યાર્થીઓને લહિયાની મંજૂરી પણ આપવામાં આવી છે.

આ ઉપરાંત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન મળી રહે તથા વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવતા હોય તો સ્ટેટ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર 9909038768 અને 079-232 20538 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે તથા જીવન આસ્થા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-3330 નંબર 24×7 કાર્યરત રહેશે. ઉપરાંત ગાંધીનગર બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800 233 5500 ઉપર સવારે 10-00 કલાક થી સાંજના 18-00 કલાક સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકશે.

આમ, આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને કોઈપણ વિદ્યાર્થીને તકલીફ ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.