Close

તા.૧૪ નવેમ્બરના રોજ ધર્મજ ખાતે એમજીવીસીએલની પેટા વિભાગીય કચેરી શરૂ કરાશે

Publish Date : 13/11/2025

આણંદ, ગુરૂવાર: મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ધર્મજ ગામ ખાતે પેટા વિભાગીય કચેરી શરૂ કરવામાં આવનાર છે.

આ કચેરી નું ઉદઘાટન આજે તારીખ 14 મી નવેમ્બર શુક્રવારના રોજ સવારે 9:30 કલાકે અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવશે.

ધર્મજ ખાતે એમજીવીસીએલની પેટા વિભાગીય કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર સહિત 45 લોકોનો સ્ટાફ કાર્યરત બનશે. આ કચેરી શરૂ થવાથી આજુબાજુના 20 જેટલા ગામના લોકોને ફાયદો થશે. જેમાં પેટલાદ ગ્રામ્ય વિસ્તારના 14 ગામો અને તારાપુર તાલુકાના પાંચ ગામોનો સમાવેશ થાય છે. અગાઉ આ 20 ગામના ૨૫ હજાર લોકો એમજીવીસીએલ કચેરી નું કામકાજ હોય તો પેટલાદ ખાતે જવું પડતું હતું તેના બદલે ધર્મજ ખાતેથી જ ગ્રાહકોને સુવિધા ઉપલબ્ધ થશે. જેમાં લાઈટ બિલ ની ફરિયાદ, નવું કનેક્શન નો ત્વરિત નિકાલ થશે. આ ઉપરાંત આ ૨૦ ગામના લોકો વીજ બિલ પણ ધર્મજ ખાતે જ ભરી શકશે. આ ઉપરાંત લાઈનોનું રીપેરીંગ કામ પણ ઝડપથી થશે, તેમ એમજીવીસીએલના પેટલાદ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી જી. એસ. પટેલ દ્વારા જણાવાયું છે.