તા.૦૫ ડિસેમ્બર ના રોજ જ્ઞાનયજ્ઞ વિદ્યાલય, મોગરી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે
Publish Date : 03/12/2025
આણંદ, બુધવાર: જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી, શાસનાધિકારીની કચેરી તથા જ્ઞાનયજ્ઞ વિદ્યાલય મોગરીના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ પાંચમી ડિસેમ્બર શુક્રવારના રોજ સવારે 10:00 કલાકે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે.
આ પ્રદર્શનનું ઉદઘાટન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને નાણાં રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે.
પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના વિજ્ઞાન – ગણિત- પર્યાવરણ પ્રદર્શનમાં કુલ 85 કૃતિઓ પ્રદર્શિત થનાર છે. જેમાં 170 વિદ્યાર્થીઓ તથા 85 માર્ગદર્શક શિક્ષક શ્રીઓ કૃતિ રજૂ કરશે.
આ પ્રદર્શનનું તારીખ 4 ડિસેમ્બર થી રજિસ્ટ્રેશન શરૂ થશે અને તારીખ 5 અને તારીખ 6 ડિસેમ્બર સુધી પ્રદર્શન ખુલ્લુ રહેશે. આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તથા પ્રજાજનોને જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નિહાળવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ તથા આણંદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.