તારીખ 7 ફેબ્રુઆરીના રોજ આણંદમાં ‘કોસમોસ વેલી’ ફલાવર શો નગરજનો માટે ખુલ્લો મુકાશે
Publish Date : 05/02/2026
પુષ્પ પ્રદર્શનને નિહાળવા શહેરીજનોને ભાવભર્યું નિમંત્રણ
આણંદ, ગુરૂવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ શહેરના નાગરિકો માટે બોરસદ ચોકડી આણંદ ખાતે ઓવરબ્રિજની નીચે ‘કોસમોસ વેલી’ (ફલાવર શો) નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેનું ટૂંક સમયમાં જ જાહેર જનતા માટે લોકાર્પણ કરવામાં આવશે.
આ કોસ્મોસ વેલીને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તથા નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે નગરજનો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ આગામી તારીખ ૦૭/૦૨/૨૦૨૬, શનિવારના રોજ બપોર બાદ ૦૪-૦૦ કલાકે યોજાનાર છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આ મનોહર પુષ્પ પ્રદર્શનને નિહાળવા માટે આણંદ જિલ્લાના શહેરીજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.