Close

ડાંગરના વિકલ્પે બ્રાહ્મીની ચમકદાર સફળતા: તારાપુરના હિરેનભાઇની પ્રેરણાદાયી ગાથા

Publish Date : 24/12/2025

આણંદ,બુધવાર: આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના હિરેનભાઇ રમેશભાઇ પટેલ B.Com. પૂરું કરીને ખેતી સાથે જોડાયા. શરૂઆતમાં તેઓ ડાંગર, ઘઉં અને ચણા જેવા પરંપરાગત પાકો લઈને આગળ વધ્યા. પરંતુ કમોસમી વરસાદ અને બદલાતી ઋતુઓએ તેમના પાકોને વારંવાર નુકસાન પહોંચાડ્યું, જેથી તેઓ નવા વિકલ્પોની શોધમાં લાગ્યા.

પેટલાદ તાલુકાના પંડોળી ગામના નીલ શાહના પ્રોત્સાહનથી પરંપરાગત ખેતીની પરંપરા છોડીને હિરેનભાઇના મનમાં બ્રાહ્મી પાકનો વિચાર આવ્યો. આ ઔષધીય છોડ માનસિક રોગોની દવાઓમાં વપરાય છે અને બારમાસી ઉગાડી શકાય છે. રોપણીના ચોથા મહિનાથી જ ઉત્પાદન શરૂ થાય છે, જે નિયમિત આવક આપે છે. આ પ્રેરણાથી તેમણે ૪ હેક્ટર જમીન પર બ્રાહ્મીની ખેતી શરૂ કરી.

ઉત્પાદનની વાત કરીએ તો,એક વખતની કાપણીમાંથી ૧૫૦૦ કિલોગ્રામ બ્રાહ્મી મળી, જેનાથી પ્રતિ વખતે ઓછામાં ઓછા ૭૦,૦૦૦ રૂપિયાનો ચોખ્ખો નફો થયો. આ પાકની ખેતી ઓછા ખર્ચે વધુ લાભ આપે છે અને ડાંગર જેવા પાકોની તુલનામાં વધુ ટકાઉ છે. હિરેનભાઇની આ સફળતાએ તેમના પરિવારને આર્થિક સ્થિરતા આપી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તારાપુર જેવા વિસ્તારોમાં ડાંગર પર નિર્ભરતા વધુ છે, પણ આબોહવા પરિવર્તનથી નુકસાન થાય છે. બ્રાહ્મી જેવા ઔષધીય પાકો નફાકારક વિકલ્પ છે, જે ઓછી જમીનમાં વધુ ઉત્પાદન અને આવક આપે છે. હિરેનભાઇની આ પહેલે અન્ય ખેડૂતોને ઔષધીય ખેતી તરફ વળવાની પ્રેરણા આપી છે.

હિરેનભાઇની ખેતીમાં પરંપરા તોડીને નવીનતા અપનાવવાથી સફળતા મળે છે. તેમની સફળતા ગુજરાતના ખેડૂતો માટે ઉદાહરણ છે, જે ઔષધીય પાકો દ્વારા આર્થિક પ્રગતિ કરી શકે. આવી પહેલો ખેતીને વધુ નફાકારક અને ટકાઉ બનાવશે.