ટીબી મુક્ત ભારત સંકલ્પને સાકાર કરવાની દિશામાં સરકારનો ડિજિટલ કદમ : દર્દીઓ અને આરોગ્ય તંત્રને જોડતી ‘ટીબી મુક્ત ભારત એપ’

Publish Date : 17/11/2026
ટીબી મુક્ત ભારત સંકલ્પને સાકાર કરવાની દિશામાં સરકારનો ડિજિટલ કદમ : દર્દીઓ અને આરોગ્ય તંત્રને જોડતી 'ટીબી મુક્ત ભારત એપ'

‘ટીબી મુક્ત ભારત એપ’ દ્વારા દર્દીઓને એક એપમાં મળશે અનેક સેવાઓ સાથે ત્વરિત સારવાર અને પોષણ સહાય

આંગળીના ટેરવે ટીબીની સારવાર મેળવવા આજે જ ડાઉનલોડ કરો ‘ટીબી મુક્ત ભારત એપ’

આણંદ, સોમવાર , ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશને ક્ષય (ટીબી) મુક્ત બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે ‘ટીબી મુક્ત ભારત એપ’ લોન્ચ કરવામાં આવી છે. આ આધુનિક ડિજિટલ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને એકબીજા સાથે જોડવાનો, સહાયક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો અને ટીબીની સારવારની સમગ્ર પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવાનો છે. 

આ એપ્લિકેશન દ્વારા ટીબીના દર્દીઓ, નિ-ક્ષય મિત્રો, સ્વયંસેવકો, ટીબી આરોગ્ય કર્મચારીઓ અને જિલ્લા વહીવટીતંત્રને એક જ ડિજિટલ છત્ર હેઠળ લાવવામાં આવ્યા છે. વિવિધ સ્તરે કાર્યરત તમામ હિતધારકો વચ્ચે સીધો સંવાદ અને સંકલન સ્થાપિત થવાથી દર્દીઓને સમયસર અને સચોટ માર્ગદર્શન મળી રહે છે. આ પહેલ ટીબી નાબૂદીના અભિયાનને નવી ગતિ અને પારદર્શિતા પ્રદાન કરે છે. 

‘ટીબી મુક્ત ભારત એપ’માં દર્દીઓની સુવિધા માટે અનેકવિધ સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એપ્લિકેશનમાં ‘ખુશી – આપકી ઈ-સંગીની’ નામના ડિજિટલ સહાયકની વિશેષ સુવિધા ઉપલબ્ધ છે, જે વપરાશકર્તાઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડે છે. આ ઉપરાંત, કોઈપણ પ્રકારની તબીબી સલાહ કે મદદ માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1800116666 પણ એપ સાથે સીધો જોડવામાં આવ્યો છે. 

ક્ષય રોગની સારવારમાં દવાઓની સાથે-સાથે પોષણયુક્ત આહાર અને માનસિક હુંફ પણ એટલા જ જરૂરી છે. આ એપના માધ્યમથી દાતાઓ અને સામાજિક સંસ્થાઓ ‘નિ-ક્ષય મિત્ર’ બનીને દર્દીઓને પોષણ સહાય અને નૈતિક ટેકો પૂરો પાડી શકે છે. સ્વયંસેવકો પણ આ પ્લેટફોર્મ દ્વારા ગ્રામ્ય અને શહેરી સ્તરે જનજાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. 

આરોગ્ય કર્મચારીઓ અને જિલ્લા વહીવટીતંત્ર માટે આ એપ મોનિટરિંગ અને ડેટા મેનેજમેન્ટનું અસરકારક માધ્યમ બની રહી છે. દર્દીઓની નિયમિત તપાસ, સારવારની પ્રગતિ અને જરૂરી સંસાધનોની ફાળવણી હવે આંગળીના ટેરવે શક્ય બની છે. આ એપ્લિકેશનમાં મળતી ડિજિટલ સુલભતાને કારણે સારવારમાં થતો વિલંબ અટકશે અને દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ શકશે. 

આણંદ જિલ્લાના નાગરિકો તેઓના સ્માર્ટફોનમાં ‘ટીબી મુક્ત ભારત એપ’ ડાઉનલોડ કરે અને નિ-ક્ષય મિત્ર કે સ્વયંસેવક તરીકે જોડાય તો સમાજમાંથી ટીબીને જડમૂળથી નાબૂદ કરવાના સામૂહિક પ્રયાસથી ટીબી મુક્ત ભારતના સંકલ્પને ઝડપથી સાકાર કરી શકાય.

ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાને ટી.બી. મુક્ત બનાવવાના ઉમદા હેતુ સાથે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટી.બી. ઓફિસર ડૉ. દીપક પરમાર અને આરોગ્ય ટીમ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.