Close

જિલ્લા બાળસુરક્ષા એકમ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટની બેઠક યોજાઇ

Publish Date : 23/12/2025

આણંદ, મંગળવાર: જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, આણંદ ખાતે જિલ્લા જિલ્લા બાળસુરક્ષા એકમ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, ૨૦૧૫ના અમલીકરણ હેતુસર સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટની બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લાના નોડલ ઓફિસરશ્રી, સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટ અને નાયબ પોલીસ અધિક્ષકથી (એચ કયુ) દ્વારા ઉપસ્થિત ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ અધિકારીશ્રીઓને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, ૨૦૧૫નું સટીક અમલીકરણ કરવા જણાવ્યું તેમજ બાળકોના કેસ બાબતે વિવિધ લક્ષિત જુથો સાથે સંકલન કરી કામગીરી કરવા જણાવ્યું હતું.

ચેરમેનશ્રી, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, આણંદ દ્વારા ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ અધિકારીશ્રીઓને બાળકી સંદર્ભના કેસો બાબતે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ ની જોગવાઈ મુજબ કામગીરી કરવા જણાવ્યું તેમજ દરેક કેસ કમિટી સમક્ષ ૨૪ કલાકમાં રજુ કરવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, આણંદ દ્વારા બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ વિશે કાયદાકિય સમજણ આપી તેમજ કાયદા મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલાં કરાવવા તે સજાપાત્ર ગુનો અને સામાજિક દૂષણ પણ છે તેમજ બાળલગ્નના કેસ અંગે કેવી રીતે કાર્યવાહી કરવી તેની ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા બાળસુરક્ષા અધિકારીશ્રી, આણંદ દ્વારા બાળકોના વિવિધ કાયદાઓ યોજનાઓ વિગેરે વિશે વિગતવાર જાણકારી આપવામાં આવેલ. તેમજ જિલ્લા બાળસુરક્ષા એકમના દ્વારા બાળ કલ્યાણક્ષેત્રે કરવામાં આવતી કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં ઉપસ્થિત જુદા-જુદા વિભાગો જેવા ચાઈલ્ડ હેલ્પલાઈન (CHL 1098), મહિલા હેલ્પ લાઈન (૧૮૧), સખી વન સ્ટોપ સેન્ટર (OSC), બાળસંભાળ ગૃહમાંથી હાજર રહેલ અધિકારીશ્રી તથા વિવિધ પોલીસ સ્ટેશન ખાતેથી સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટના કર્મચારીઓ તેમજ પ્રતિનિધશ્રીઓ દ્વારા તેઓના વિભાગ/કચેરી દ્વારા કરવામાં આવતી બાળકો માટેની કામગીરીનો સંક્ષિપ્તમાં પરિચય આપવામાં આવ્યો હતો.

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાનાં સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ અધિકારી, ચાઈલ્ડ પ્રોટેકશન અધિકારી, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી તેમજ બાળકો સાથે સંકળાયેલ વિવિધ લક્ષિત જૂથો સાથે સંકલન કરી બાળકોના પ્રશ્નોનો નિરાકરણ લાવવાનો છે.

આ બેઠકમાં સુ.શ્રી રિધ્ધી ગુપ્તે. જિલ્લાના નોડલ ઓફિસરશ્રી, સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી (હેડ ક્વાર્ટર), ડૉ. પરેશભાઈ પનારા, ચેરમેનશ્રી, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, આણંદ. શ્રી મયંક ત્રિવેદી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, શ્રી પાર્થ ઠાકર, જિલ્લા બાળસુરક્ષા અધિકારીશ્રી, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્યો શ્રી નિલેશભાઈ પડ્યા. શ્રી મૌલિકભાઈ પટેલ, સુ.શ્રી. રીનાબેન પટેલ તેમજ બાળકો સાથે સંકળાયેલ વિવિધ લકિત જયોના પદાધિકારીશ્રી તથા પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.