Close

જિલ્લા પંચાયત આણંદ ખાતે ૨૬મી જાન્યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી કરાશે

Publish Date : 27/01/2026

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલના હસ્તે થશે ધ્વજવંદન

આણંદ, શુક્રવાર: ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિનની ગરિમાપૂર્ણ ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લા પંચાયત દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન આગામી તારીખ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ ને સોમવારના રોજ સવારે 10-00 કલાકે, બોરસદ ચોકડી પાસે, જિલ્લા પંચાયત, આણંદ ખાતે કરવામાં આવ્યું છે.  

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ ડી. પટેલના વરદ હસ્તે ત્રિરંગો લહેરાવી સલામી આપવામાં આવશે. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ કરવામાં આવશે. જેમાં નગરજનોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.