Close

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને રોડ સેફટી કમિટીની મીટીંગ યોજાઇ

Publish Date : 18/12/2025

આજે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રોડ સેફ્ટી મિટિંગનું કલેક્ટર કચેરી ખાતે આયોજન થયું હતું. બેડવા અને રાણસોલ ખાતેના એક્સપ્રેસ હાઈવે પરના બ્રિજ પર NHAI ને કામગીરી પૂર્ણ કરવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા સુચના આપવામાં આવી.

સાથે જ આ બેઠકમાં, નેશનલ હાઈવે પરના ગામડી ઓવરબ્રિજ ખાતે અકસ્માત નિવારી શકવા માટે સાઈન બોર્ડ અને માર્કિંગ નિયમ અનુસાર કરવા સંબંધિત અધિકારીશ્રીને સૂચિત કરવામાં આવ્યા. અને જિલ્લા ખાતે રોડની નજીકના તળાવ અથવા પાણીના સ્ત્રોતની નજીક અકસ્માત નિવારી શકાય તેવી રીતે રેલિંગ કરવાની તમામ રોડની એજન્સીને સૂચના આપવામાં આવી.

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને આયોજિત આ બેઠકમાં સોજીત્રા મહી કેનાલના કામના કારણે ટ્રાફિકની સમસ્યા પર ચર્ચા કરવામાં આવી અને સંબંધિત વિભાગને રોડ સેફટી અન્વયેની તમામ કામગીરી કરવા અને ડાયવર્ઝનના રોડ માટે સૂચના આપવામાં આવી.

આ બેઠકમાં સામરખાથી ભાલેજ તરફના એક્સપ્રેસ વે પર રેડિયમ માર્કિંગ અને સાઈન બોર્ડની સુવિધા ટૂંક સમયમાં પૂરી પાડવા માટે પણ જણાવવામાં આવ્યું.

 આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી નિવાસી અધિક કલેકટર શ્રી ઋતુરાજ દેસાઈ, ડી સી એફ શ્રી સુરેશ મીના, કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ કમિશનર શ્રી એસ.કે. ગરવાલ, આરટીઓ અધિકારી શ્રી પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પિયુષ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી સહિત કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.