ખંભાત ઉપર રેલ્વે ઓવર બ્રીજની કામગીરી હાલ પ્રગતિમાં હોય ભારે તથા મધ્યમ વાહનોની અવર જવર ઉપર તા.૨૬/૦૧/૨૦૨૭ સુધી વાહનોને ડાયવર્ટ કરવા હુકમ
Publish Date : 05/02/2026
આણંદ, સોમવાર: કન્સ્ટ્રક્શન ઓફ R.O.B. (રેલ્વે ઓવર બ્રીજ) ઓન L.C. 51* એટ ખંભાત ઉપર રેલ્વે ઓવર બ્રીજની કામગીરી હાલ પ્રગતિમાં હોય, સલામતીના હેતુથી સદર માર્ગ પર જતા ભારે તથા મધ્યમ વાહનોની અવરજવર કરવા માટે ઋતુરાજ દેસાઈ (GAS), અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, આણંદ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) (બી) અન્વયે આ રૂટ ઉપર તા. ૨૬/૦૧/૨૦૨૭ સુધી ભારે તથા મધ્યમ વાહનોને ડાયવર્ટ કરવા હુકમ કરવામાં આવ્યો છે.
ખંભાત સીટી રોડ ઉપર (નાની ખોડીયાર મંદીરથી આર.સી., અમીન પેટ્રોલ પંપ) તરફ જતો રસ્તો
ડાયવર્ઝન રૂટ (નાના વાહનો માટે) :-
રેલ્વે ફાટકથી ખોડીયાર મંદીરથી ગ્રામ્ય પોલીસ ચોકડીથી માઘવલાલ હાઇસ્કૂલ થી લાલદરવાજા તરફ જઈ શકશે. (કુલ અંતર ૦.૨૫ કી.મી. થી વધુ અંતર ૧.૫ કી.મી.)
ડાયવર્ઝન રૂટ (મોટા વાહનો માટે) :-
કંસારીની ખોડીયાર ચોકડીથી કાણીસા ચોકડીથી કાણીસા ગામથી સાંઠ ચોકડીથી જીણજ થઇ દહેડા તરફ જઇ શકશે.
મઘ્યમ તથા ભારે વાહનો :-
ખંભાત તરફ આવતાં વાહનો કાણીસા ચોકડીથી કાણીસા ગામથી હરીયાણથી રંગપુરથી સાંઠ ચોકડીથી
જીણજ થઇ દહેડા તરફ જઇ શકશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.