કેન્દ્રીય વિદ્યાલય વલ્લભ વિદ્યાનગરના વિદ્યાર્થીઓએ નિહાળ્યો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ
Publish Date : 09/02/2026
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમથી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં થયો વધારો
આણંદ, શનિવાર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ માં પ્રધાનમંત્રી શ્રી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સીધી વાતચીત કરે છે, તે કેન્દ્રીય વિદ્યાલય, વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કાર્યક્રમ નિહાળીને જાણકારી મેળવી હતી.
કેન્દ્રીય વિદ્યાલય વલ્લભ વિદ્યાનગરના આચાર્ય રાજેશ ત્રિવેદી એ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમના માધ્યમથી તણાવ મુક્ત બનીને પરીક્ષા આપવાની દેશના પ્રધાનમંત્રી શ્રી દ્વારા આપવામાં આવેલી શીખ ધ્યાને લેવા અને વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી શ્રી દ્વારા આપવામાં આવેલ અમૂલ્ય સલાહ જીવન અને વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી નીવડશે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમ માં કુલ 07 શાળાના લગભગ 400 વિદ્યાર્થીઓ અને 18 શિક્ષકો ઉત્સાહ, વિશ્વાસ તથા ગંભીરતા સાથે સહભાગી બન્યા હતા.

કેન્દ્રીય વિદ્યાલય વલ્લભ વિદ્યાનગરના વિદ્યાર્થીઓએ નિહાળ્યો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ