કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની તમામ કચેરીઓ શનિવાર અને રવિવારે ખુલ્લી રહેશે
Publish Date : 23/03/2026
તા.21 અને 22 માર્ચ જાહેર રજાના દિવસે વેરા વિભાગ સવારે 11-00 થી બપોર બાદ 16-00 કલાક સુધી ખુલ્લુ રહેશે
આણંદ, શુક્રવાર કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી એ માર્ચ મહિના દરમિયાન મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ખાતે આવેલી મનપા ની કચેરીઓ રવિવાર સહિત જાહેર રજાના દિવસે ખુલ્લી રાખીને નગરજનો બાકી વેરો ભરપાઈ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ તમામ વિસ્તાર આણંદ, કરમસદ, વિદ્યાનગર, મોગરી, ગામડી, જીટોડીયા અને લાંભવેલ વિસ્તારોમાં મિલકતો ધરાવતા નગરજનો તા. 31 માર્ચ 2026 ના રોજ નાણાકીય વર્ષ પૂરું થતું હોય બાકી વેરો ભરી શકે તે માટે તારીખ 21 અને 22, શનિવાર અને રવિવારની જાહેર રજા ના દિવસો દિવસોએ સવારે 11:00 થી બપોર બાદ 16-00 કલાક સુધી તમામ કચેરીઓ ખુલ્લી રાખવામાં આવશે.
જાહેર રજાના દિવસોએ મહાનગરપાલિકા વિસ્તારની તમામ કચેરીઓ ખાતે વેરા વિભાગની શાખા ખુલ્લી રહેશે, નગરજનોને બાકી વેરો જમા કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.