કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી
Publish Date : 27/01/2026
“મહાનગરપાલિકા વિસ્તારને ‘ડસ્ટ ફ્રી’ બનાવવા, નવી ટી.પી. અને ડી.પી. સ્કીમ દ્વારા
સુઆયોજિત વિકાસ કરવા મનપા તંત્ર કટિબદ્ધ”
મ્યુ. કમિશ્નર શ્રી મિલિંદ બાપના
કરમસદ-આણંદ મનપાના કમિશ્નર શ્રી મિલિંદ બાપનાના હસ્તે ધ્વજવંદન કરાયું
આણંદ, સોમવાર: ભારતના ૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કરમસદના અખંડ ભારત ઉદ્યાન ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં કમિશ્નર શ્રી મિલિંદ બાપનાએ ત્રિરંગો લહેરાવી નગરજનોને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરદાર પટેલની કર્મભૂમિ પર મનપાની રચનાના એક વર્ષના ટૂંકા ગાળામાં રાજ્ય સરકારના સહયોગથી વિકાસની ગતિ તેજ બની છે. સરકાર દ્વારા મનપાને વિવિધ વિકાસલક્ષી કામો માટે રૂ. ૨૮૦ કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે, જેનાથી શહેરના આંતરમાળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે.
છેલ્લા એક વર્ષની સિદ્ધિઓ વર્ણવતા કમિશ્નરશ્રીએ જણાવ્યું કે, આણંદમાં પ્રથમ વખત ત્રિભુવનદાસ પટેલ માર્ગ અને સરદાર પટેલ રાજમાર્ગને અત્યાધુનિક ‘વ્હાઇટ ટોપિંગ રોડ’ તરીકે વિકસાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, મનપામાં સમાવિષ્ટ ચાર ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની ટાંકીઓ અને વરસાદી પાણીના નિકાલની સુવિધાઓ પૂર્ણતાના આરે છે.
શહેરની શાન વધારવા માટે સરદાર પટેલ રાજમાર્ગ અને આણંદ-વિદ્યાનગર રોડને ‘આઈકોનિક રોડ’ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યા છે, જ્યારે બાકરોલના ગોયા તળાવ પાસે ‘હેપી સ્ટ્રીટ’ જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
આગામી સમયના ભવ્ય વિઝન અંગે વાત કરતા શ્રી મિલિંદ બાપનાએ જાહેરાત કરી હતી કે, આણંદ-વિદ્યાનગર રોડ પર વિશ્વસ્તરીય ‘સરદાર પટેલ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર’ અને APC સર્કલ પર ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, મહાનગરપાલિકા વિસ્તારને ‘ડસ્ટ ફ્રી’ બનાવવા, નવી ટી.પી. અને ડી.પી. સ્કીમ દ્વારા સુઆયોજિત વિકાસ કરવા અને મુખ્યકુમાર શાળામાં અંગ્રેજી માધ્યમની સુવિધા ઊભી કરવા માટે મનપા તંત્ર કટિબદ્ધ છે.
કમિશ્નરશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સ્વપ્નને સાકાર કરવા માટે પાંચ મુખ્ય સંકલ્પો રજૂ કર્યા હતા., તેમણે નગરજનોને “મારું શહેર, મારી ઓળખ” ના ભાવ સાથે સ્વચ્છતા જાળવવા, કચરાનું વર્ગીકરણ કરવા અને શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સક્રિય સહયોગ આપવા અપીલ કરી હતી., મનપાની સેવાઓને ડિજિટલ બનાવી પારદર્શિતા લાવવા અને નવા ભળેલા ગામોને શહેર જેવી જ આધુનિક સુવિધાઓ પૂરી પાડવી એ મનપાની પ્રાથમિકતા રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ ઉજવણીના ભાગરૂપે વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મનપાના અધિકારી– કર્મચારીઓનું કમિશ્નરશ્રીના હસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરાયુ હતું.
77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સર્વશ્રી નિલાક્ષ મકવાણા અને શ્રી એસ.કે. ગરવાલ, ફાયર ઓફિસર શ્રી એસ.કે. ગોર સહિત મનપાના અધિકારી/ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વડીલો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી