Close

કરમસદ આણંદ મહાનગરપાલિકાની ઉતરાયણ ના પર્વ નિમિત્તે અનોખી પહેલ

Publish Date : 09/01/2026

 ટુ વ્હીલર ચાલકોના  વાહનો પર વિનામૂલ્યે ૩૫૦ ઉપરાંત સેફટી ગાર્ડ લગાવાયા

આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન મુજબ આણંદ જિલ્લામાં ઉતરાણના પર્વ નિમિત્તે લોકોને જાગૃત કરવા માટે અને પતંગની દોરીથી ટુ-વ્હીલર લઈને જતા નગરજનોને તકલીફ ન પડે નુકસાન ન થાય તે માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

જે અંતર્ગત આજે તારીખ 9મી જાન્યુઆરી 2026 ને શુક્રવારે સવારે 11:00 કલાકે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ઓફિસની બહાર થી આવતા જતા દરેકને ઉતરાયણ પર્વ નિમિત્તે ટુ-વ્હીલર ઉપર સેફ્ટીગાર્ડ (મેટલનો સળીયો/ વાયર) વિનામૂલ્યે લગાવી આપવામાં આવ્યા છે.

ઉતરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીથી ટુ-વ્હીલર ઉપર અવર જવર કરતા લોકોને ઘણીવાર પતંગની દોરી ના કારણે નુકસાન થતું હોય છે જે ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે સેફટી ગાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં 350 ઉપરાંત સેફટી ગાર્ડ ટુ વ્હીલર ઉપર લગાવી આપવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં આવેલ ઓવરબ્રિજ ઉપરથી પસાર થતાં લોકોને પતંગની દોરીથી નુકસાન ન થાય તે માટે અગમચેતીના ભાગરૂપે વાયર લગાવવામાં આવ્યા છે, જેના કારણે ઉતરાયણના પર્વ દરમિયાન કોઈપણ વ્યક્તિને પતંગની દોરીથી જાનહાની ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

નગરજનોને ઉતરાયણના પર્વ દરમિયાન ટુ-વ્હીલર લઈને નીકળે તો સાવચેત રહેવા અથવા સેફટી ગાર્ડ લગાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાના આ અભિયાન સમયે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી નિલાક્ષ મકવાણા, શ્રી એસ.કે ગરવાલ અને સીટી ઇજનેર શ્રી જીગર પટેલ હાજર રહ્યા હતા.