Close

કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની ટીમ દ્વારા બાકી વેરો જમા ન કરાવતી ૦૬ દુકાન સીલ કરાઈ

Publish Date : 01/12/2025

અન્ય ૦૪ એકમો પાસેથી રૂપિયા ૧.૫૦ લાખના વેરાની કરાઈ વસુલાત

આણંદ,  ગુરૂવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં આવેલ વિવિધ મિલકતોનો બાકી રહેલો ટેક્સ ભરવા માટે જે તે મિલકત ધારકો ને નોટિસ આપવામાં આવી છે અને આ મિલકત ધારકોએ તેમની મિલકતનો ભરવા પાત્ર થતો બાકી રહેલ વેરો વિના વિલંબે જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. આમ છતાં અમુક મિલકત ધારકો દ્વારા નિયમિત ટેક્સ જમા કરાવવામાં આવતો નથી.

આથી મનપાના ટેક્સ વિભાગના રિકવરી ટીમ દ્વારા રાજ શિવાલય સિનેમા પાસે આવેલ સિલ્વર પોઇન્ટ કૉમલેક્સમાં રૂ. 56,415 /- નો બાકી વેરો ભરવામાં આવ્યો ન હોવાથી ૦૬ દુકાન સીલ કરવામાં આવી છે. તથા અન્ય ૦૪ મિલકતો ધારક પાસેથી સ્થળ ઉપર જ બાકી વેરાની રકમ રૂ.1,50,000 વસૂલ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી એસ. કે. ગરવાલ દ્વારા મનપા વિસ્તારમાં આવેલ મિલકત ધારકોનો વેરો બાકી હોય તેમણે સમયસર વેરો મનપા ખાતે જમા કરાવવા અપીલ કરી છે. અન્યથા મનપાના ટેક્સ વિભાગની ટીમ દ્વારા વેરો ભરપાઈ ન કરતા દુકાનો એકમ સીલ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.