કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની તમામ કચેરીઓ જાહેર રજા તા. 28, 29 અને 31 માર્ચના રોજ ખુલ્લી રહેશે
Publish Date : 30/03/2026
નગરજનોને જાહેરરજા ના દિવસોએ બાકી વેરો ભરવા માટે અનુરોધ
તારીખ 31 માર્ચ સુધીમાં મિલકત વેરો ન ભરનાર સામે કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી
આણંદ, શુક્રવાર કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી એ માર્ચ મહિનો પૂર્ણ થવાની તૈયારી હોય મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ખાતે આવેલી મનપાની કચેરીઓ રવિવાર સહિત જાહેર રજાના દિવસે ખુલ્લી રાખીને નગરજનો બાકી વેરો ભરપાઈ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ તમામ વિસ્તાર આણંદ, કરમસદ, વિદ્યાનગર, મોગરી, ગામડી, જીટોડીયા અને લાંભવેલ વિસ્તારોમાં મિલકતો ધરાવતા નગરજનો તા. 31 માર્ચ 2026 ના રોજ નાણાકીય વર્ષ પૂરું થતું હોય બાકી વેરો ભરી શકે તે માટે આગામી તારીખ 28 અને 29 શનિવાર અને રવિવારની જાહેર રજા ના દિવસોએ તથા તારીખ 31 માર્ચ મંગળવાર ના રોજ જાહેર રજા હોવા છતાં પણ સવારે 11:00 થી બપોર બાદ 16-00 કલાક સુધી તમામ કચેરીઓ ખુલ્લી રાખવામાં આવશે. માર્ચ મહિનો પૂર્ણ થવાની તૈયારીમાં હોય મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનો મિલકતનો બાકી વેરો ભરપાઈ કરી શકે તે માટે જાહેર રજાના દિવસોએ મહાનગરપાલિકા વિસ્તારની તમામ વેરા વિભાગની શાખાઓ ખુલ્લી રહેશે, નગરજનોને બાકી વેરો જમા કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે 31 માર્ચ 2026 પહેલા બાકી વેરો ભરપાઈ ન કરનાર સામે કાયદાની જોગવાઈને આધીન કાર્યવાહી કરવામાં આવશે.