Close

કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા માર્ગદર્શિકા બહાર પડાઈ

Publish Date : 06/05/2025

આણંદ,સોમવાર: હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.૦૯-૦૫-૨૦૨૫ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળવાની સંભાવના છે, જેના ભાગરૂપે  છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

જે અંતર્ગત નવા ફળપાકોનું વાવેતર વાવાઝોડાની આગાહી સમય દરમ્યાન ટાળવુ. જો તાજેતરમાં વાવેતર કરેલ/જુના વાવેતર કરેલ પાકોમાં મજબુતાઈ માટે જરુર પુરતા ટેકા આપવા. બાગાયતી પાકોમાં વાવાઝોડા દરમ્યાન પિયત આપવાનું ટાળવુ. જુના બગીચા હોય તો ઝાડની છટંણી કરવી જેથી ભારે પવન/વરસાદ દ્વારા થાનર નુકશાની નિવારી શકાય. જો નેટહાઉસ/ગીનહાઉસ બનાવેલ હોય તો શક્ય હોયતો નેટ/પોલી ફિલ્મ ઉતારી લેવી. પાક કાપણી અવસ્થાએ હોય તે પાકોના ફળ ઉતારી લેવા. કેળ/પપૈયા જેવા પાકોમાં ટેકા આપવા.મંડપ પધ્ધિતથી વાવેતર કરેલ વેલાવાળા પાકોમાં  હાર્વેસ્ટિંગ કરવું અને શક્ય હોય તો પાન ખેરવી નાખવા. મલચિંગ શક્ય બને તો ભેગુ કરી સંકેલી લેવુ.શાકભાજી પાકોમાં આગોતરી પાક કાપણી કરી ફળ-શાકભાજી ઉતારી લેવા/વ્યવસ્થીત સંગ્રહ કરવા અથવા સમયસર વેચાણ અંગે નિકાલ કરવો.  છટંણી/પ્રુનીંગ માટેના સાધનો જેવા કે હાથ કરવત, ચેઈન-સો, નિસરણી, વાયરો, હાથવગા રાખવા અને જરુરીયાત પડે તો નવા વસાવી લેવા. જો વરસાદી પાણીનો ભરાવો થતો હોયતો પાણીના તાત્કાલીક નિકાલની વ્યવસ્થા ચકાસી લેવી/સાફ-સફાઈ અંગેની અગોતરું આયોજન કરી લેવું. ભયજનક મોટા ઝાડ, શેઢા પાળા પરના ઝાડ અન્ય પાકોને નુકશાન ન કરે તે રીતે છટણી કરવી. અગમચેતી રુપે જરુરી જંતુનાશક/ખાતરોને વ્યવસ્થીત ઢાંકીને સંગ્રહ કરવો જેથી વાવાઝોડા બાદ જરુર પડ્યે તાત્કાલીક ઉપયોગ કરી શકાય.

આમ,ઉપરોક્ત કમોસમી વરસાદ પડવાની શક્યતા ધ્યાને રાખીને સાવચેતીના પગલાં લેવા નાયબ બાગાયત નિયામક અધિકારીશ્રી, આણંદ દ્વારા જણાવાયું છે.