Close

કમોસમી વરસાદના કારણે કૃષિક્ષેત્રે થયેલ પરિસ્થિતિ માટે રાહત પેકેજ એ સમયસર અને સંવેદનશીલ નિર્ણય :ખેડૂતશ્રી ભાસ્કરભાઈ પટેલ

Publish Date : 12/11/2025

રતનપુરાના ખેડૂત દ્વારા અતિવૃષ્ટિના નુકસાની બાદ રાજ્ય સરકારના રાહત પેકેજ બદલ આભાર વ્યક્ત કર્યો

આણંદ,બુધવાર: રાજ્યમાં કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોએ કરેલ વાવેતરમાં ભારે નુકશાન થતા ખેડૂતોની આર્થીક રીતે પણ ભારે નુકશાન થયું છે.જે લઈને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલીક નુકશાનીનો તાગ મેળવીને મોટી રકમ ધરાવતું ઐતિહાસીક રાહત પેકેજ જાહેર કર્યું છે.જે ખેડૂતોને કુદરતી આપદામાંથી ઉગારીને આગામી સિઝનના વાવેતર માટે મદદરૂપ બની રહેશે.

આણંદ જિલ્લામાં પણ નુકશાનીનો સર્વે થયો હોય તેવા ખેડૂતોએ પણ આ રાહત પેકેજ બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.જેમાં ઉમરેઠના રતનપુરાના ખેડૂતશ્રી ભાસ્કરભાઈએ પણ રાહત પેકેજને લઈને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો

આણંદ જિલ્લાના ઉમરેઠના રતનપુરા ગામના વતની ભાસ્કરભાઈ પરસાદભાઈ પટેલ છેલ્લા ૪૦ વર્ષથી ખેતી સાથે જોડાયેલો છે.કમોસમી વરસાદના પરિસ્થિતિ વિશે તેઓ જણાવે છે કે,તાજેતરમાં પડેલા અતિવૃષ્ટિના કારણે અમારા ખેતરોમાં ઊભા પાકને ખાસું નુકસાન થયું છે. કમોસમી વરસાદની આ પરિસ્થિતિએ માત્ર મને જ નહીં, પરંતુ આજુબાજુના તમામ ખેડૂતોને પણ ખૂબ જ પ્રતિકૂળ અસર પહોંચાડી છે.

ભાસ્કરભાઈ પોતાના ખેતરમાં વાવેલ પાક અને નુકસાનની વિગતો આપતા જણાવે છે કે,આ વર્ષે મેં ડાંગરનો પાક વાવ્યો હતો, પરંતુ અતિવૃષ્ટિના કારણે પાકને ઘણું નુકસાન થયું છે. ખેતી મારા જીવનનો આધાર છે, અને આટલા મોટા પાયે થયેલા નુકસાને ખેડૂતોની આર્થિક સ્થિતિને ગંભીર રીતે અસર કરી છે. અમે ખેડૂતો આ કુદરતી આફત સામે લાચાર હતા.

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે અને પગલાં સરહાના કરતાં ભાસ્કરભાઈ જણાવે છે કે,આ સંકટના સમયે ગુજરાત સરકારે ત્વરિત કાર્યવાહી કરી છે, જેના માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું. સરકારે અમારા ખેતરોમાં પાકને થયેલા નુકસાનનો અંદાજ મેળવવા માટે તરત જ એક ટીમ મોકલી દીધી હતી અને સર્વેની કાર્યવાહી હાથ ધરી હતી, જે પૂર્ણ થઈ ગઈ છે.

રાજ્ય સરકારના રાહત પેકેજની જાહેરાત વિશે ભાસ્કરભાઈ જાણવે છે કે, અમારા જેવા ખેડૂતોને રાહત આપવાના હેતુસર, રાજ્ય સરકારે રૂ.૧૦ હજાર કરોડ જેટલુ ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ અંતર્ગત, સરકારે નુકસાન પામેલા પાક માટે પ્રતિ હેક્ટર દીઠ રૂ. ૨૨ હજારની સહાય નક્કી કરેલી છે. આ સહાયની રકમ ખેડૂતોને તેમના આર્થિક સંકટમાંથી બહાર આવવામાં સારો એવો ટેકો થશે.આમ,સમયસર અને સંવેદનશીલ નિર્ણય લેવા બદલ ભાસ્કરભાઈએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો અને સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.

કમોસમી વરસાદના કારણે કૃષિક્ષેત્રે થયેલ પરિસ્થિતિ માટે રાહત પેકેજ એ સમયસર અને સંવેદનશીલ નિર્ણય :ખેડૂતશ્રી ભાસ્કરભાઈ પટેલ