ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
Publish Date : 20/03/2026
જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ 24×7 કાર્યરત ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી સંબંધી કોઈપણ મતદાર કે નાગરિક ટોલ ફ્રી નંબર 1800 425 2560 ઉપર ફરીયાદ કરી શકશે
આણંદ, બુધવાર ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 111 – ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે આ પેટા ચૂંટણી નું મતદાન 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજનાર છે.
ચૂંટણી પંચની સ્થાયી સૂચના અન્વયે ચૂંટણી જાહેર થતા આણંદ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જે 24×7 કાર્યરત રહેશે. આ કંટ્રોલરૂમ ખાતે ટોલ ફ્રી નંબર 1800 425 2560 કાર્યરત કરવામાં આવ્યો છે.
જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ના નંબર ઉપર કોઈપણ મતદાર અથવા નાગરિક 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી સંબંધે કોઈ ફરિયાદ હોય તો નોંધાવી શકે છે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે.