ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬
Publish Date : 07/04/2026
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે નોડલ અધિકારીશ્રીઓની કામગીરીની સમિક્ષા કરી
આણંદ, સોમવાર , આણંદ જિલ્લાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી સંદીપ સાગળેએ આજે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી નોડલ અધિકારીશ્રીઓની કામગીરીની સમીક્ષા કરી હતી.મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે વિવિધ ચુંટણીલક્ષી કામગીરીઓ માટે નિમવામાં આવેલા મેન પાવર મેનેજમેન્ટ, ટ્રેનિંગ મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, કોમ્પ્યુટરાઈઝેશન, સાયબર સિક્યુરિટી, સ્વીપ, EVM મેનેજમેન્ટ, MCC, એક્સપેન્ડિચર મોનિટરિંગ, બેલેટ પેપર, પોસ્ટલ બેલેટ, મીડિયા અને સોશિયલ મીડિયા તેમજ પીડબ્લ્યુડી સહિતના વિવિધ નોડલ અધિકારીશ્રીઓની કામગીરીની સઘન સમીક્ષા કરી હતી.
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, ટ્રાન્સપોર્ટેશન માટે વાહનોની ઉપલબ્ધતા, દિવ્યાંગ મતદારો માટે ઊભી કરવામાં આવનાર વિશેષ સુવિધાઓ, મતદારો માટેની સુવિધા, હોમ વોટીંગ, ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા કર્મચારીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવનાર સુવિધાઓ વગેરે બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે તેમણે ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગના મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય અને ગત ચૂંટણીની સરખામણીએ વધુ મતદાન થાય તે માટે સ્વીપ અંતર્ગત વધુમાં વધુ મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજવા ભારપૂર્વક જણાવ્યું હતું.આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ કામગીરીની વિગતો આપી હતી.આ વીડિયો કોન્ફરન્સમાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે નિમણૂક કરવામાં આવેલ વિવિધ નોડલ અધિકારીશ્રીઓએ તેમના હસ્તકની કામગીરીની વિગતો રજૂ કરી હતી.આ વિડીયો કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ. દેસાઈ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિતાબેન લાછુન સહિત ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા વિવિધ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬