Close

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬

Publish Date : 01/04/2026

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ

ચૂંટણીની લગતી કોઇપણ જોગવાઇઓનો ભંગ થાય તેવા પ્રકારના વાંધાજનક એસએમએસ (SMS) પર પ્રતિબંધ

આણંદ, સોમવાર , ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત આણંદ જિલ્લામાં તા. ૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે.ભારતના ચુંટણી પંચની માર્ગદર્શિકા મુજબ વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન કેટલાંક સ્થાપિત હિતો દ્વારા ચૂંટણીલક્ષી જોગવાઇઓ તથા આદર્શ આચારસંહિતાના પરિપાલનમાં અવરોધ થાય તેવા પ્રકારના વાંધાજનક એસએમએસ (SMS) વહેતા કરવામાં આવે છે.

જેને ધ્યાને લઈ આગામી તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનાર ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે આવા વાંધાજનક એસએમએસ અટકાવવાના હેતુસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદર્શ આચારસંહિતા ચૂંટણી ખર્ચ નિયંત્રણ સંબંધી જોગવાઇઓ તેમજ પેટા ચૂંટણીને લગતી કોઇપણ જોગવાઇઓનો ભંગ થાય તેવા પ્રકારના વાંધાજનક SMS કે Bulk SMS/MMS કોઇપણ ઉમેદવાર, વ્યકિત, રાજકીય પક્ષ કે સંસ્થાએ પ્રસારિત કરવા કે વહેતા મૂકવા (transmit કરવા નહીં) કે ચૂંટણી દૂષિત થાય તેવા રાજકીય પ્રકારના કોઇપણ પ્રકારના SMSs/Bulk SMS/MMS તા.૨૧/૦૪/૨૦૨૬ ના રોજ ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાના સમયથી મતદાન પૂર્ણ થતાં સુધી transmit કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતો હુકમ જારી કર્યો છે.

આ હુકમ આણંદ જિલ્લામાં ૧૧૧- ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં તા.૦૬/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.