ઉમરેઠના તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ સાથે બેઠક યોજતા જિલ્લા કલેક્ટરશ્રી
Publish Date : 30/12/2025
ભૂગર્ભ જળનો ઉપયોગ આછો કરીને ઉમરેઠ જૂથ પાણી પુરવઠા યોજનાનો લાભ લેવા સરપંચશ્રીઓને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરશ્રી
આણંદ, મંગળવાર: સુરક્ષિત પાણી – સુરક્ષિત ભવિષ્યની વિભાવનાને સાર્થક કરવા માટે ભૂગર્ભ સ્ત્રોતથી સરફેસ સોર્સ તરફ પરિવર્તન એ જ એકમાત્ર વિકલ્પ છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉમરેઠ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રીઓ સાથે બેઠક યોજી સરપંચશ્રીઓને ઉમરેઠ જુથ પાણી પુરવઠા યોજનાનો લાભ લેવા હિમાયત કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ અને પીવાલાયક પાણી માટે ભૂગર્ભ જળના વિકલ્પ સ્વરૂપે વિવિધ પેરામીટર પૂરા પાડતા સરફેસ સોર્સ આધારિત પાણીનો ઉપયોગ કરવા માટે જિલ્લા કલેકટરશ્રીએ ઉપસ્થિત સરપંચશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતુ.
અત્રે નોંધનીય છે કે,ઉમરેઠ તાલુકાના ગામોના ભૂગર્ભ જળની ગુણવત્તા બગડતી જતી હોઇ, ટ્યુબવેલ/હેન્ડપમ્પ આધારિત ભૂગર્ભ જળનો ઉપયોગ ઘટે તેમજ સરફેસ સોર્સ એવા મહીસાગર નદી આધારિત ઉમરેઠ જૂથ પાણી પુરવઠા યોજનાના પાણીનો મહત્તમ ઉપયોગ થાય તેમજ જૂથ યોજનાનો પાણી મેળવે તેમજ જૂથ યોજનાની કાર્યપધ્ધતિ અને જળ શુદ્ધિકરણ પ્લાન્ટના વિવિધ કેમ્પોમેન્ટ અને કાર્યપ્રણાલીથી ઉમરેઠ તાલુકાના તમામ ગામોના સરપંચશ્રીઓ માહિતગાર થાય તે ઉદ્દેશથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાણી પુરવઠા વિભાગ દ્વારા પીવાના પાણીના મુખ્ય સોર્સ જેવા કે, ભૂગર્ભ જળ, સરફેસ વોટર, વરસાદી પાણી, દરિયાઈ પાણી વગેરેની વિસ્તૃત વિગતો રજુ કરી ભૂગર્ભ જળને થતાં નુકશાન, ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાના કારણો, પીવાલાયક પાણી તેમજ ઉમરેઠ તાલુકામાં ભૂગર્ભ જળની પરિસ્થિત વગેરે બાબતો સાથે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ જૂથ પાણી પુરવઠા યોજનામાં ૩૯ જેટલા ગ્રામ્ય વિસ્તારો ૧ શહેરી વિસ્તારનો સમાવેશ થાય છે. આ ગ્રામ્ય વિસ્તારોના લોકોને શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે જુથ પાણી પુરવઠા યોજનાનો લાભ લેવા સરપંચશ્રીઓને અપીલ કરવામાં આવી હતી.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, મદદનીશ કલેટર શ્રી હિરેન બારોટ, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ સહિત ઉમરેઠ તાલુકાના ગામોના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉમરેઠના તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ સાથે બેઠક યોજતા જિલ્લા કલેક્ટરશ્રી

ઉમરેઠના તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ સાથે બેઠક યોજતા જિલ્લા કલેક્ટરશ્રી

ઉમરેઠના તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ સાથે બેઠક યોજતા જિલ્લા કલેક્ટરશ્રી