આણંદ તાલુકાની ગોપાલપુરા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય સ્તરે “અર્થવાઈઝ એવોર્ડ 2026 એનાયત
Publish Date : 09/04/2026
આણંદ તાલુકાની પ્રાથમિક શાળા ગોપાલપુરા, પીએમશ્રી-ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે ગૌરવ પ્રાપ્ત કર્યું છે. શાળાને વર્ષ 2026 માટેના પ્રતિષ્ઠિત “EarthWise Awards for Schools” માં વિજેતા તરીકે પસંદ કરવામાં આવી છે.
આ એવોર્ડ JGII (Jane Goodall Institute India) દ્વારા “Roots & Shoots” કાર્યક્રમ હેઠળ, VIKRAM A SARABHAI COMMUNITY SCIENCE CENTRE ના સહયોગથી અને Salesforceના સપોર્ટથી આપવામાં આવે છે.
શાળાના આચાર્ય શ્રી શૈલીનબેન ડાભીના માર્ગદર્શન હેઠળ અર્થવાઇઝ એવોર્ડ માટે દેશભરની માત્ર 20 શાળાઓમાં ગોપાલપુરા પ્રાથમિક શાળાનો સમાવેશ થયો એ ખૂબ ગૌરવની વાત છે. આ એવોર્ડ શાળાના પર્યાવરણ પ્રત્યેના જાગૃત અભિગમ, સ્થિર વિકાસ માટેના પ્રયાસો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી પર્યાવરણ જાગૃતિ વિષયક પ્રેરણાદાયક પ્રવૃત્તિઓને ધ્યાન રાખી આપેલ છે.શાળાએ પર્યાવરણ શિક્ષણને પ્રાથમિકતા આપતા, વિદ્યાર્થીઓમાં પર્યાવરણ જાગૃતિ, નવીનતા અને જવાબદારી વિકસાવવાના અનોખા પ્રયત્નો કર્યા છે, જે રાષ્ટ્રીય સ્તરે પ્રશંસનીય બન્યા છે.
એવોર્ડ હેઠળ મળનાર સુવિધાઓ:
“Hope Through Science” રિસોર્સ બોક્સ જેમાં અંદાજિત 85000 રૂપિયા ના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ જતનના અધ્યતન મોડલો પુસ્તકો તથા સાધનો.
વિના મૂલ્ય ટીચર્સ ટ્રેનિંગ
સન્માન પ્રમાણપત્ર
આ એવોર્ડ એ શાળાની ઇકો ક્લબ સમિતિના કન્વીનર શિક્ષક શ્રી શીતલબેન પટેલ ,વિજ્ઞાન શિક્ષક શ્રી ભૂમિબેન ગોહેલ ,પર્યાવરણ જતનના પ્રોજેક્ટમાં સહકાર આપનાર શાળાના તમામ શિક્ષકો, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓના “પ્લાસ્ટિક મુક્ત ગોપાલપુરા” અભિયાનની સફળતા દર્શાવે છે.