આણંદ જીલ્લાનાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો જોગ
Publish Date : 01/10/2025
આણંદ, બુધવાર: આણંદના નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે કે આણંદ જિલ્લામાં કેળ ટીસ્યુ યોજનામાં ઓનલાઈન સબમીટ કરેલ પાત્રતા ધરાવતી તમામ અરજીઓને પૂર્વમંજૂરી આપેલ છે. જે i-khedut લોગ ઇન id પર જોઇ શકાશે. કેળ ટીસ્યુનું વાવેતર થઈ ગયેલ હોઇ અને કેળ ટીસ્યુ યોજનામાં પૂર્વ મંજૂરી મળેલ હોઇ તેવા તમામ ખેડૂતોને DBT માન્ય ટીસ્યુ લેબ માંથી ખરીદ કરેલ ટીસ્યુ રોપાનું બીલ, ખાતર/જંતુ નાશક દવાના અસલ બીલો સહિત તમામ સાધનિક કાગળો દિન-૫ માં આઈ ખેડૂત પોર્ટલ ઉપર અપલોડ કરવા અનુરોધ કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય વહેલા તે પેહલા ના ધોરણે આપવામા આવશે. ચાલુ વર્ષે તા.૧૫/૧૧/૨૦૨૫ પહેલા કેળ ટીસ્યુ યોજનામાં સહાય ચુકવણાની કાર્યવાહી પૂર્ણ કરવાની હોઇ સમયમર્યાદામાં બીલો અપલોડ કરવા આગ્રહપૂર્વક જણાવાયું છે.
વધુમાં હાઇબ્રીડ શાકભાજી, વાવેતર, છુટા ફુલો, શાકભાજીની પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, કાચા મંડપ, અર્ધપાકા મંડપ, પાકા મંડપ, કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહન વગેરે યોજનાઓમાં વાવેતર/ખરીદી કરી સત્વરે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન સાધનિક કાગળો અપલોડ કરી ક્લેમ સબમિટ કરવા નાયબ બાગાયત નિયામક આણંદ દ્વારા વધુમાં જણાવાયું છે.