આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ અટકાયત માટે વિવિધ કામગીરી કરાઈ
Publish Date : 07/08/2025
આરોગ્ય કર્મીઓ દ્વારા ૪.૪૫ લાખ ઉપરાંત ઘરોમાં સર્વે કરતા ૬૭૨૨ ઘરો ખાતે મચ્છર ઉત્પત્તિના પોરા મળી આવ્યા
ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં ઘટાડો કરવા દરેક નાગરિક પોતાની ફરજ બજાવે તે જરૂરી
ઘરની અંદર અને આસપાસ પાણી ભરેલા પાત્રો તપાસી તેને નિયમિત સફાઈ કરી ઢાંકવા જરૂરી
આણંદ, બુધવાર: ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીમાં મચ્છરોનો વ્યાપક ઉપદ્રવ થતો હોય છે, જેના કારણે વાહક જન્ય રોગો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા થવાની સંભાવનાઓ રહેલી હોય છે.
ચોમાસાની ઋતુ દરમિયાન વાહક જન્ય રોગો ન થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ કામ કરી રહ્યો છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા આણંદ જિલ્લાના ૫૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૦૮ અર્બન હેલ્થ સેન્ટર ના કર્મચારીઓ દ્વારા જુલાઈ માસ દરમિયાન ચોમાસાની ઋતુને કારણે વાહક જન્ય રોગો ન ફેલાય તે માટે વિવિધ ટીમ બનાવીને જાહેર, શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
એપેડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૪,૪૫,૨૧૬ ઘરોની તપાસણી કરવામાં આવી હતી, જેમાં ૧૪,૩૩,૯૬૪ પાત્રો તપાસવામાં આવ્યા હતા તે પૈકી ૬,૭૨૨ ઘરોના ૭,૧૨૪ પાત્રોમાંથી પોરા મળી આવ્યા હતા, તે પૈકી ૧૦,૮૪૦ પાત્રો નાશ કરવામાં આવ્યા છે અને ૧૫૮૧ ઘરો ખાતે ફોગિંગ કરવામાં આવ્યું અને ૫૬ ઘરો ખાતે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૪૮,૬૭૩ વ્યક્તિઓના લોહીના નમુના લઈને તપાસ કરવામાં આવી છે અને ૨૧૨ સ્થળો ખાતે ગપ્પી ફીસ નાખવામાં આવી છે.
આ ઉપરાંત ૧૨૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ શાળા કોલેજો, ૩૭૭ ધાર્મિક સ્થળો,૧૩૫ જેટલા ઔદ્યોગિક વિસ્તારમાં જીઆઇડીસી ફેક્ટરી, ૨૭૮ સરકારી કચેરીઓ, ૪૫૪ ટાયર ભંગારની દુકાનો, ૬૫ પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન, ૪૧૩ બાંધકામ સાઈડ ખાતે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો આ પૈકી ૧૫૨ વ્યક્તિઓને નોટિસ આપવામાં આવી છે.
જ્યારે ડેન્ગ્યુ વિરોધી જુલાઈ માસ દરમિયાન મેલેરિયા જનજાગૃતિ અભિયાન અંતર્ગત ૦૫ રેલી કરવામાં આવી હતી અને ૨૬૦ જૂથ ચર્ચા, ૪૨ શિબિર, ૩૦ હજાર જેટલા બેનર પત્રિકાઓનું વિતરણ, ૧૨ પ્રદર્શન અને સોશિયલ મીડિયાના ૫૫૦ જેટલા મેસેજ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ અટકાયત માટે વિવિધ કામગીરી કરાઈ

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ અટકાયત માટે વિવિધ કામગીરી કરાઈ

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ અટકાયત માટે વિવિધ કામગીરી કરાઈ
