આણંદ જિલ્લામાં સશક્ત નારી મેળાને મળી નોંધપાત્ર સફળતા
Publish Date : 24/12/2025
૯૫ જેટલા સ્ટોલ દ્વારા મહિલાઓના રોજગાર વિકાસ માટેનું અનોખું માધ્યમ બન્યું સશક્ત નારી મેળો
ખાદ્યપદાર્થો, હસ્તકલા, વસ્ત્રો તથા ગૃહઉદ્યોગ આધારિત ઉત્પાદનોને મુલાકાતીઓ દ્વારા મળ્યો બોહળો પ્રતિસાદ
ત્રણ દિવસ દરમિયાન લગભગ ૩૯ હજાર જેટલા મુલાકાતીઓએ મહિલા ઉત્પાદકોના આત્મવિશ્વાસમાં વધારો કર્યો
ત્રિ દિવસીય મેળામાં મહિલાઓએ કર્યું રૂ.૧૦.૧૪ લાખનું વેચાણ
આણંદ,બુધવાર: આણંદ જિલ્લામાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તારીખ ૨૧ ડિસેમ્બર થી ૨૩ ડિસેમ્બર સુધી સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ” હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અભિયાન તથા “વોકલ ફોર લોકલ”થીમ પર કરવામાં આવ્યું હતું.
આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ પણ સક્રિય પણે આ ત્રિ-દિવસીય મેળામાં જિલ્લાના નગરજનો તથા ખાસ કરીને તંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ ખરીદી કરે તે માટે અપીલ કરી હતી. જેના પરિણામે જિલ્લામાં સશક્ત નારી મેળાને નોંધપાત્ર સફળતા મળી છે.
સશક્ત નારી મેળામાં કુલ ૯૫ સ્ટોલ દ્વારા મહિલાઓ દ્વારા નિર્મિત સ્વદેશી ચીજ વસ્તુઓના બોહળો પ્રતિસાદ જોવા મળ્યો હતો. ખાદ્યપદાર્થો, હસ્તકલા, વસ્ત્રો તથા ગૃહઉદ્યોગ આધારિત ઉત્પાદનોને મુલાકાતીઓએ હોંશેહોંશે ખરીદી કરી હતી.જેનાથી મહિલા ઉત્પાદકોના આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ આયોજનને જનસામાન્યનો પણ વિશાળ સહકાર મળ્યો હતો. મેળાના ત્રણ દિવસ દરમિયાન લગભગ ૩૯ હજાર જેટલા મુલાકાતીઓએ ઉપસ્થિતિ નોંધાવી મહિલાઓના ઉત્પાદનોને પ્રોત્સાહન આપ્યું હતું. પરિણામે, મેળા દરમિયાન થયેલા કુલ રૂ.૧૦.૧૪ લાખ જેટલું વેચાણ થયું હતું. જેના પરિણામે મહિલા સ્વરોજગારને નવી ગતિ મળી છે.