Close

આણંદ જિલ્લામાં વસ્તી ગણતરી-૨૦૨૭ ના પ્રથમ તબક્કા અંતર્ગત ૭૦ ફીલ્ડ ટ્રેનર્સની તાલીમ યોજાઈ

Publish Date : 18/03/2026

 આણંદ, મંગળવાર :: ભારત સરકાર દ્વારા આયોજિત આગામી ‘વસ્તી ગણતરી-૨૦૨૭’ ની પૂર્વતૈયારીના ભાગરૂપે આણંદ જિલ્લામાં પ્રથમ તબક્કાની કામગીરી માટે ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રથમ દિવસે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ સ્થળ મુલાકાત લઈ તાલીમાર્થીઓ સાથે સંવાદ સાધી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

આણંદ કૃષિ યુનિવર્સિટી હેઠળની કોલેજ ઓફ ફૂડ પ્રોસેસ અને બાયો એનર્જી, હાડગુડ ખાતે તા.૧૬ થી ૧૮ માર્ચ ૨૦૨૬ દરમિયાન આયોજિત આ તાલીમમાં આણંદ જિલ્લાના ૫૮ અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ૧૨ મળી કુલ ૭૦ ફીલ્ડ ટ્રેનર્સને માસ્ટર ટ્રેનર્સ દ્વારા સઘન તાલીમ આપવામાં આવી રહી છે.

આ તાલીમ કાર્યક્રમમાં માસ્ટર ટ્રેનર તરીકે બોરસદના પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના વહીવટી અધિકારી સુશ્રી ઉર્વશી ગડરીયા તાલીમ આપવાની સેવા આપી રહ્યા છે.

વસ્તી ગણતરી-૨૦૨૭ ની વિશેષતા એ છે કે આ સમગ્ર પ્રક્રિયા CMMS (Census Monitoring and Management System) મોબાઈલ એપ્લીકેશન દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે.

 નાગરિકો પોતે વિગતો ભરી શકે તે માટે તા.૦૫/૦૪/૨૦૨૬ થી ૧૯/૦૫/૨૦૨૬ સુધી સેલ્ફ એન્યુમેરેશન પોર્ટલ કાર્યરત રહેશે.

પ્રથમ તબક્કા અંતર્ગત તા.૨૦ એપ્રિલ થી તા.૧૯ મે ૨૦૨૬ દરમિયાન મકાનોની ગણતરી HLO (House Listing Operations) હાથ ધરવામાં આવશે. જેમાં ગણતરીદારો દ્વારા ‘હાઉસ ટુ હાઉસ’ કામગીરી HLO મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ કરવાની રહેશે.

 ભારત સરકારના ગેઝેટ મુજબ આણંદ જિલ્લા માટે મુખ્ય વસ્તી ગણતરી અધિકારી તરીકે જિલ્લાના કલેકટરશ્રી અને કરમસદ-આણંદ મહાનગરપાલિકા માટે મ્યુનિસિપલ કમિશ્નરશ્રી જવાબદારી સંભાળશે. તેમજ તાલુકા સ્તરે મામલતદારશ્રી અને નગરપાલિકા સ્તરે ચીફ ઓફિસરશ્રી ‘ચાર્જ ઓફિસર’ તરીકે ભૂમિકા ભજવશે, જેઓ ગણતરીદાર, સુપરવાઈઝર અને ફીલ્ડ ટ્રેનરની નિમણૂક તેમજ તમામ કામગીરી માટે જવાબદાર રહેશે.

આ વસ્તી ગણતરી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી વધુ ચોકસાઈભરી અને ઝડપી બનશે, જેમાં વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના સહકારની અપેક્ષા રાખવામાં આવી છે.