આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી,નવી દિલ્હી દ્વારા UGC- NET ડિસેમ્બર 2025 યોજાશે
Publish Date : 23/12/2025
પરીક્ષા કેન્દ્રની ૨૦૦ થી ૩૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલ ઝેરોક્ષ મશીન બંધ રાખવાના રહેશે
200 મીટર ની ત્રિજ્યા માં મ્યુઝિક બેન્ડ કે ડી.જે. સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ રહેશે
૨૦૦ મીટર ની ત્રિજ્યા માં બિનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ
આણંદ, મંગળવાર: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી નવી દિલ્હી દ્વારા UGC- NET ડિસેમ્બર 2025 ની પરીક્ષા આગામી તા.૩૧ – ૧૨- ૨૦૨૫ થી તા.૦૭- ૦૧ – ૨૦૨૬ દરમ્યાન યોજાનાર છે.
જે અન્વયે આણંદ ખાતેના આણંદ ડીઝીટલ ઝોન, કરમસદ કેળવણી મંડળ, શ્રીમતી સી.જે.પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ કેમ્પસ, આણંદ – સોજીત્રા રોડ,દર્શન હોટલ સામે કરમસદ ખાતે પરીક્ષાનું સુચારુ અને નિષ્પક્ષ સંચાલન થાય તેમજ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઋતુરાજ દેસાઈશ્રી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, આણંદ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રૂઈએ તા.૩૧/૧૨/૨૦૨૫ થી તા.૦૭/૦૧/૨૦૨૬ દરમ્યાન સવારના ૦૮:૦૦ કલાક થી સાંજના ૧૮:૦૦ કલાક દરમ્યાન પરીક્ષા કેન્દ્ર પર નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યા છે.
પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યકિત સિવાય અન્ય કોઈપણ બિન અધિકૃત વ્યકિત તથા સંબંધિત પરીક્ષા કેન્દ્ર જે શાળામાં આવેલ હોય તે શાળાના સંચાલક મંડળના સભ્યશ્રીઓ કે હોદ્દેદારોને પરીક્ષા કેન્દ્રમાં કે કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષાના દિવસે અને સમય દરમ્યાન પ્રવેશ માટે પ્રતિબંધ, પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરથી ૩૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલ તમામ ઝેરોક્ષ મશીન, સાયબર કાફે, ફોટોકોપી સેન્ટર પરીક્ષાના દિવસો દરમ્યાન સવારના ૦૮:૦૦ કલાક થી સાંજના ૧૮:૦૦ કલાક દરમ્યાન ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ, પરીક્ષાના કેન્દ્રમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈ પણ કર્મચારી (સરકારી પ્રતિનિધિ સિવાય) તેઓનો મોબાઈલ ફોન કે ઈલેકટ્રોનિક માધ્યમથી સંદેશા વ્યવહાર કે રેકોડીંગ થઈ શકે તેવા કોઈપણ પ્રકારના ઉપકરણો પરીક્ષા બિલ્ડીંગમાં લઈ જવા પર પ્રતિબંધ, પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યકિત સિવાય અન્ય કોઈપણ બિન અધિકૃત વ્યકિત ચાર કરતાં વધારે માણસોએ ભેગા થવું નહિ ચાર કરતાં વધુ માણસોની કોઈ સભા ભરવી કે બોલાવવી નહી અથવા સરધસ કાઢવું નહીં.પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં જાહેરમાં લાઉડસ્પીકર કે મ્યુઝિક બેન્ડ કે ડી.જે. મ્યુઝિક સીસ્ટમ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે.
અપવાદમાં કાયદો અને વ્યવસ્થાના ઈન્ચાર્જ અધિકારીશ્રીઓ અને પરીક્ષા કેન્દ્ર નજીક પર મુકેલા સલામતી કર્મચારીઓ તથા પરીક્ષાની ફરજોનો હવાલો સંભાળતા અધિકારીઓ તેમની વિધિસરની ફરજો દરમ્યાન આવા સાધનોનો ઉપયોગ કરી શકશે.
આ હુકમ આણંદ જિલ્લામાં UGC- NET ડિસેમ્બર 2025 માટે નક્કી કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો ઉપર લાગુ પડશે.
આ હુકમનો ભંગ કરનાર કાયદાની જોગવાઈ ને આધીન શિક્ષાને પાત્ર થશે.