આણંદ જિલ્લામાં યોજાનાર JEE(Main)-૨૦૨૬ ની પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો
Publish Date : 27/01/2026
પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજયામાં બિનઅધિકૃત વ્યકિતઓના પ્રવેશ કરવા પર પ્રતિબંધ
પરીક્ષા કેન્દ્રોમાં કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહી
પરીક્ષા કેન્દ્રોની કમ્પાઉન્ડની દિવાલની ૨૦૦થી ૩૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાના દિવસ દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ
આણંદ, મંગળવાર: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી, નવી દિલ્હી દ્વારા તા.૨૮/૦૧/૨૦૨૬ થી તા.૨૯/૦૧/૨૦૨૬ દરમિયાન આયોજિત Joint Enterance Examination JEE(Main)-૨૦૨૬ ની પરીક્ષા અંતર્ગત આણંદ જિલ્લામાં પણ ઉક્ત સમયગાળામાં Joint Enterance Examination JEE(Main)-૨૦૨૬ ની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા વલ્લભ વિદ્યાનગરમાં આવેલ ડી-માર્ટની ઉપર સીગ્મા કોમ્પલેક્ષના ત્રીજા માળે રૂમ નં.૩૦૭ થી ૩૧૪માં આવેલ દર્શ ઈન્ફોટેક ખાતે યોજાનાર હોઇ પરીક્ષાના કેન્દ્રો પર કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઇએ તેમને મળેલ સત્તાની રૂએ તા.૨૮/૦૧/૨૦૨૬ થી તા.૨૯/૦૧/૨૦૨૬ દરમિયાન સવારના ૦૮-૦૦ થી ૧૯-૦૦ કલાક દરમિયાન પરીક્ષા સેન્ટરના ૨૦૦ થી ૩૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ જાહેરનામામા જણાવ્યા પ્રમાણે પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યકિત સિવાય અન્ય કોઇપણ બિનઅધિકૃત વ્યકિત તથા સંબંધિત પરીક્ષા કેન્દ્ર જે શાળામાં આવેલ હોય તે શાળાના સંચાલક મંડળના સભ્યશ્રીઓ કે હોદ્દેદારોને પરીક્ષા કેન્દ્રમાં કે કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજયામાં પ્રવેશ કરવા, પરીક્ષા કેન્દ્રોની કમ્પાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરથી ૩૦૦ મીટરની ત્રિજયામાં આવેલ તમામ ઝેરોક્ષ મશીનો, સાયબર કાફે અને ફોટોકોપી સેન્ટર સવારના ૦૮-૦૦ થી સાંજના ૧૯-૦૦ કલાક સુધી ચાલુ રાખવા પર તેમજ પરીક્ષાના કેન્દ્રોમાં કોઈ પણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઇ પણ કર્મચારી (સરકારી પ્રતિનિધિ સિવાય) ને મોબાઇલ ફોન કે ઇલેકટ્રોનિક માધ્યમથી સંદેશાવ્યવહાર કે રેર્કોડીંગ થઇ શકે તેવા કોઇપણ પ્રકારના ઉપકરણ લઇ જવા પર, પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યક્તિ સિવાય અન્ય કોઇપણ બિન અધિકૃત વ્યક્તિ, ચાર કરતાં વધુ માણસોના ભેગા થવા પર કે ચાર કરતાં વધુ માણસોની કોઇ સભા ભરવા કે બોલાવવા પર અથવા સરઘસ કાઢવા પર તેમજ પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં જાહેરમાં લાઉડસ્પીકર કે મ્યુઝિક બેન્ડ કે ડી.જે.મ્યુઝિક સીસ્ટમ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે.
આ જાહેરનામું જિલ્લાના પરીક્ષા કેન્દ્રોના વિસ્તારને લાગુ પડશે, તેમજ આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમ શિક્ષાને પાત્ર થશે.