Close

આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકના ૫૬.૧૫ કિ.મી. ના રસ્તાઓ રૂપિયા ૨૯૪૯ લાખના ખર્ચે રીસરફેસિંગના કામો પ્રગતિ હેઠળ

Publish Date : 01/12/2025

આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના રસ્તાઓનું રીપેરીંગ, પેચવર્ક, પેપર પટ્ટા વર્ક, રીસરફેસિંગ, ડામર રોડ, સીસી રોડ ના કામો માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યા છે,  જે કામો હાલ પ્રગતિ હેઠળ છે.

માર્ગ અને મકાન વિભાગ આણંદના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ ગઢવી એ જણાવ્યું કે આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના રોડ જેમાં આસીપુરા એપ્રોચ રોડ, આણંદ કરમસદ સોજીત્રા રોડ, નડિયાદ પેટલાદ ખંભાત રોડ, ચાંગડા રોડ, ભાદરણ વાલવોડ ગાજણા રોડ, બોરસદ એપ્રોચ રોડ, ઉમેટા સંખ્યાડ રોડ અને ઉમરેઠ ઓડ સારસા રોડ મળીને કુલ ૫૬.૧૫ કિલોમીટરના રસ્તાઓ રૂપિયા ૨૯૪૯ લાખ ના ખર્ચે બનાવવામાં આવી રહ્યા છે. જે કામ પ્રગતિ હેઠળ છે. જેમાં પેવર પટ્ટા વર્ક, પેચ વર્ક અને ડામર રોડ તથા સીસી રોડ બનાવવામાં આવી રહ્યા છે.

આ કામગીરીમાં ૦૭ જેટલા જેસીબી મશીન, ૦૬ ટ્રેક્ટર, ૦૫ ડમ્પર,  ૦૩ પેવર મશીન,  ૦૩ હોટ મિક્સ પ્લાન્ટ અને ૪૫ જેટલા લેબરની મદદથી આણંદ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના રસ્તાઓ દૂરસ્તી અને નવા બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામો હાલ પ્રગતિ હેઠળ છે, જે વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે તેમ કાર્યપાલક ઇજનેર શ્રી એ જણાવ્યુ છે.