Close

આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષા

Publish Date : 16/03/2026

આજે ધોરણ-10 ના કુલ 2806 અને ધોરણ 12 ના કુલ 6101 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

ધોરણ 10 માં 11 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 માં 85 વિદ્યાર્થીઓ ગેરહાજર

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતેનાં કંટ્રોલ રૂમ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ આજ રોજ સવારે ધોરણ ૧૦ માં  ગુજરાતી વિષયમાં (અંગ્રેજી માધ્યમ) માં કુલ નોંધાયેલા ૨૭૮૮ વિદ્યાર્થીઓ જેમાંથી હાજર વિદ્યાર્થી ૨૭૭૭ અને  ગેરહાજર ૧૧ અને સંસ્કૃત મધ્યમામાં વિષય: પૌરાહિત્યમમાં કુલ ૨૯ તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

ધોરણ ૧૨ માં નોંધાયેલા કુલ ૬૧૮૬ વિદ્યાર્થીઓ પૈકી ૬૧૦૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાં સામાન્ય પ્રવાહ ભૂગોળ વિષયમાં કુલ ૮૫ વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યાં છે.વધુમાં આણંદ જિલ્લામાં આજ સુધીમાં પરીક્ષા દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા માં કોઇ ગેરરીતી કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડનીબીસામાન્ય પ્રવાહની પરીક્ષાઓ તા. 18/03/2026 સુધી તેમજ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ તા. 16/03/2026 સુધી યોજાનાર છે. જે અંતિમ ચરણમાં પહોંચી છે. આણંદ જિલ્લામાં પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ રહી છે.