Close

આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા SIR સંબંધી કામગીરી ૯૫ ટકા પૂર્ણ

Publish Date : 02/12/2025

જિલ્લામાં ૬૫૪૪૮ મતદારો મૃત્યુ પામ્યા હોવાની જાણકારી મળી

હજુ પણ 14426 મતદારોએ પોતાના ફોર્મ બીએલઓ ને પરત આપ્યા નથી જે વહેલી તકે જમા કરાવવા અનુરોધ

કાયમી શિફ્ટ થયેલા હોય તેવા મતદારોએ ફોર્મ નંબર 8 ભરવું જરૂરી

તા.૦૧/૦૧/૨૦૨૬ ના રોજ 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા મતદારો ફોર્મ નંબર 6 ભરી શકશે

આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) ની કામગીરી આણંદ જિલ્લામાં કુલ ૧૭૭૨ બુથ લેવલ ઓફિસર દ્વારા  કરવામાં આવી રહી છે.

તા. ૦૪ નવેમ્બરથી હાથ ધરાયેલ આ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાની તમામ ૦૭ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૧૮,૧૨,૩૨૭ મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે આ ફોર્મ પરત મેળવીને એન્યુમરેશન ફોર્મ અપલોડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

112 આણંદ વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર મયુર પરમાર ના જણાવ્યા મુજબ આણંદ વિધાનસભા મતવિસ્તારમાં મેપિંગ ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જે સમય મર્યાદા પહેલા પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ બીજા તબક્કામાં જે મતદારો ના નામ વર્ષ 2002 માં મળી આવ્યા નથી તેમને નોટિસ આપીને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવશે ત્યારબાદ તેઓના ફોર્મ સંબંધી નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આણંદ જિલ્લામાં ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં  2,15,614, બોરસદ વિધાનસભામાં 2,31,040, આંકલાવ વિધાનસભામાં 2,00190, ઉમરેઠ વિધાનસભામાં 2,35,779, આણંદ વિધાનસભામાં 2,43,231, પેટલાદ વિધાનસભામાં 1,99,465 અને સોજીત્રા વિધાનસભા મતવિસ્તારમાં 1,98,653 મળીને કુલ 15,23,972 ફોર્મની ઓનલાઈન નોંધણી કરવામાં આવી છે. આમ 84.09% મતદારોના નામની નોંધણી ઓનલાઇન પૂર્ણ કરવામાં આવી છે જેમાંથી 70 ટકા મતદારો કે જેની વિગત 2002 ની મતદાર યાદી માંથી મળી આવેલ છે તેઓના નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ થશે. જે મતદારોના નામ 2002 ની મતદાર યાદી સાથે મેપિંગ થયેલ નથી તેમણે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ફોર્મમાં દર્શાવેલ સૂચક 12 પુરાવાઓ પૈકીના લાગુ પડતા પુરાવાઓ રજૂ કરવાના રહેશે. આ પુરાવાઓ તેઓ હાલમાં બુથ લેવલ ઓફિસર પાસે જમા કરાવી શકે છે. જેથી વાંધા/ દાવા તબક્કામાં કામગીરીમાં સરળતા રહી શકશે. આમ આણંદ જિલ્લામાં 2,54,742 મતદારોના ફોર્મની મેપિંગ ની કામગીરી હાલ ચાલુમાં છે. જે વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.

આણંદ જિલ્લામાં હાથ ધરવામાં આવેલ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત કુલ 65448 મતદારોના મૃત્યુ થયા હોવાનું માલુમ પડ્યુ છે. જ્યારે 34661 મતદારો બુથ લેવલ ઓફિસર દ્વારા ત્રણ વાર મુલાકાત લેવા છતાં તેમના ઘરના સરનામા ઉપર મળેલ નથી અને 84982 મતદારો પોતાની વિધાનસભામાંથી અન્યત્ર સ્થળાંતર થયેલા જોવા મળ્યા છે. આ ઉપરાંત 15879 મતદારો ના નામ બે જગ્યાએ ચાલે છે, જે રદ કરવામાં આવ્યા છે અને અન્ય 14426  મતદારો એટલે કે જેમણે પોતાના ફોર્મ પરત બીએલઓને આપ્યા નથી તેવા મળીને કુલ 2,15,396 મતદારો નો ઘટાડો થશે.

હજુ પણ 14426 મતદારોએ પોતાના ફોર્મ બીએલઓ ને પરત આપ્યા નથી જે વહેલી તકે જમા કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. અને કાયમી શિફ્ટ થયેલા હોય તેવા મતદારોએ ફોર્મ નંબર 8 ભરવું જરૂરી છે તેમ જણાવ્યું છે આ ઉપરાંત તા.૦૧/૦૧/૨૦૨૬ ના રોજ 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા મતદારો ફોર્મ નંબર 6 ભરી શકશે જેથી તેઓનું નામ મતદાર યાદીમાં આવી શકશે.

આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા SIR સંબંધી કામગીરી ૯૫ ટકા પૂર્ણ

આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા SIR સંબંધી કામગીરી ૯૫ ટકા પૂર્ણ

આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા SIR સંબંધી કામગીરી ૯૫ ટકા પૂર્ણ