આણંદ જિલ્લામાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જાગૃતિ વર્કશોપનું આયોજન
Publish Date : 18/12/2025
તમાકુ નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા તથા આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો
આણંદ જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ ચીમનભાઈ એમ.યુ. પટેલ ટ્રેનિંગ સેન્ટર, ન્યૂ વલ્લભ વિદ્યાનગર ખાતે નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપનું આયોજન ડૉ. પિયુષ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી; ડૉ. રાજેશ પટેલ, જિલ્લા એપિડેમિક ઓફિસરશ્રી; તથા ડૉ. કે.ડી. પાઠક, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી (આણંદ) અને ડૉ. જયમીન ધમસાણીયા, મેડિકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરમસદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
વર્કશોપ દરમિયાન ડૉ. રાજેશ પટેલએ PPTના માધ્યમથી તમાકુના સેવનથી થતા ગંભીર આરોગ્ય નુકસાન તથા તમાકુ છોડવાના લાભો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે હાજર તમામ તાલીમાર્થીઓને તમાકુમુક્ત જીવન જીવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
આ કાર્યક્રમ દ્વારા તમાકુ નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા તથા આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આણંદ જિલ્લામાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જાગૃતિ વર્કશોપનું આયોજન

આણંદ જિલ્લામાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જાગૃતિ વર્કશોપનું આયોજન