Close

આણંદ જિલ્લામાં તા.૧૭-૦૨-૨૦૨૬ના રોજ આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવશે

Publish Date : 13/02/2026

આખરી મતદારયાદીમાં કુલ ૧૫,૮૦,૫૨૮ મતદારોનો થશે સમાવેશ

આણંદ જિલ્લાના કુલ ૧૮,૧૨,૩૨૭ મતદારો પૈકી ૨,૩૧,૭૯૯ મતદારોના નામ કમી થશે

જે મતદારોનું નામ આખરી મતદારયાદીમાં સમાવિષ્ટ થયેલ ન હોય તેવા મતદારોએ તેઓનુ નામ દાખલ કરવા ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કિ કરવામાં આવેલ ૧૨ પુરાવાઓ પૈકીના પુરાવા તેમજ એકરારનામા સહીત નિયત નમૂનાનું ફોર્મ નંબર-૬ ભરીને આપવાનુ રહેશે

આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં SIR ની પ્રક્રિયા બાદ મતદાર યાદી સંબંધી વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું છે કે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ તા.૦૪/૧૧/૨૦૨૫ થી તા.૧૭/૦૨/૨૦૨૬ જાહેર કરવામાં આવેલ છે.

જે કાર્યક્રમના મુખ્ય તબક્કાઓની વિગતો મુજબ તા.૦૪-૧૧-૨૦૨૫ થી તા.૪-૧૨-૨૦૨૫ સુધી બીએલઓ દ્વારા ઘરે-ઘરે મતગણતરી ફોર્મ્સ વિતરણનો સમયગાળો હતો.

આ સમયગાળા દરમ્યાન BLOશ્રી દ્વારા ઘરે-ઘરે ફરીને કુલ ૧૮,૧૨,૩૨૭ પ્રી-પ્રિન્ટેડ મતગણતરી ફોર્મ્સનું વિતરણ કરવામાં આવેલ હતું, જેમાંથી કુલ ૧૫,૮૦,૫૪૭ મતગણતરી ફોર્મ્સ પરત મળેલ છે. જ્યારે કુલ ૨,૩૧,૭૮૦ ફોર્મ્સ મરણ, કાયમી સ્થળાંતર, ગેરહાજર, અન્ય જગ્યાએ પણ નામ મતદારયાદીમાં નોંધાયેલ હોવાથી તેમજ અન્ય કારણોસર પરત આવેલ નથી.

તા.૧૯-૧૨-૨૦૨૫ ના રોજ ડ્રાફટ (કાચી) મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવી હતી.

જેમાં આણંદ જિલ્લાની 07 વિધાનસભાના કુલ ૧૫,૮૦,૫૪૭ મતદારોનો કાચી મતદારયાદીમાં સમાવેશ થયો હતો, જ્યારે ફોર્મ પરત ના આવવાના કારણે  કુલ ૨,૩૧,૭૮૦  મતદારોનો કાચી મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

ડ્રાફ્ટ મતદારયાદીમાં જેઓના નામનો સમાવેશ થયેલ છે તેમજ જે મતદારોના નામનો સમાવેશ થયેલ નથી તેવા તમામ મતદારોની માહીતી નાગરીકો સરળતાથી ચકાસી શકે તે અર્થે તમામ ગ્રામપંચાયત, તાલુકાપંચાયત,  જીલ્લાપંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી, નગર પાલિકા, મહાનગર પાલિકા જેવી કચેરીઓ ખાતે પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.

તા.૧૯-૧૨-૨૦૨૫ થી તા.૩૦-૦૧-૨૦૨૬ સુધી હક્ક – દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો જાહેર કરવામાં આવ્યો હતો.

તા.૧૯-૧૨-૨૦૨૫ના રોજ પ્રસિધ્ધ થયેલ ડ્રાફટ (કાચી) મતદારયાદીમાં જે મતદારોના નામનો સમાવેશ થયેલ ન હોય તેવા મતદારોના હક્ક દાવા સંબંધે કુલ ૨૧,૫૧૨ ફોર્મ્સ (ફોર્મ નં.૬) મળેલ છે, જે પૈકી પુરાવાના અભાવે કુલ ૪૫૧૬ ફોર્મ્સ નામંજુર કરવામાં આવેલ છે. જે મતદારોના નામ મતદારયાદીમાં સમાવિષ્ટ થયેલ છે તેઓના નામ સામે વાંધા રજુ કરવા સંબંધે કુલ ૪૦,૬૧૦ ફોર્મ્સ (ફોર્મ નં.૭) મળેલ છે, જે પૈકી પુરાવાના અભાવે કુલ ૩૯,૮૬૩ ફોર્મ્સ ના મંજુર કરવામાં આવેલ છે.

તા.૧૯-૧૨-૨૦૨૫ થી તા.૧૦/૦૨/૨૦૨૬ સુધી નોટીસ અને અપીલ સુનવણી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમ્યાન વિધાનસભા મતવિભાગના મતદાર નોંધણી અધિકારીશ્રી તેમજ મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ દ્વારા જે મતદારોનું પોતાનું અથવા તેઓના માતા પિતાનું નામ વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં સમાવિષ્ટ થયેલ ન હોય તેવા ૮૨,૭૨૬ મતદારોની અને લોજીકલ વિસંગતતા ધરાવતા અન્ય મતદારો, એમ મળીને કુલ ૨,૮૨,૬૦૦ મતદારોની નોટીસ કાઢી સુનવણી કરવામાં આવી હતી. આ સુનવણીના અંતે પાત્રતા ધરાવતા ૨,૭૧,૬૦૧ મતદારોનો આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે.

તા.૧૭-૦૨-૨૦૨૬ના રોજ આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવશે. સુનવણી દરમ્યાન પાત્રતા ધરાવતા કુલ ૨,૭૧,૬૦૧ મતદારો સહીત આખરી મતદારયાદીમાં કુલ ૧૫,૮૦,૫૨૮ મતદારોનો સમાવેશ થનાર છે. તેમજ પુરાવાના અભાવે અને પાત્રતા ન ધરાવતા હોય તેવા કુલ ૧૦, ૯૯૯ મતદારોના નામ આખરી મતદારયાદીમાં સમાવેશ થવા પામશે નહી.

આખરી મતદારયાદી તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે, જે તમામ નિયત મતદાન મથક, મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી (મામલતદાર કચેરી) અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ખાતે જોઈ શકાશે.

જે મતદારોનું નામ આખરી મતદારયાદીમાં સમાવિષ્ટ થયેલ ન હોય તેવા મતદારોએ મતદારયાદીમાં તેઓનુ નામ દાખલ કરવા અર્થે ભારતના ચૂંટણીપંચ દ્વારા નક્કિ કરવામાં આવેલ ૧૨ પુરાવાઓ પૈકીના પુરાવા તેમજ એકરારનામા સહીત નિયત નમૂનાનું ફોર્મ નંબર-૬ ભરીને સબંધિત બૂથ લેવલ ઓફિસરશ્રી (BLO)ને આપવાનુ રહેશે.

વધુમાં, ડ્રાફ્ટ રોલની પ્રસિધ્ધિ બાદ તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૩૦/૦૧/૨૦૨૬ દરમ્યાન જિલ્લામાં તમામ 07 વિધાનસભા મતવિભાગમાં કુલ ૭૮,૯૦૦ ફોર્મ્સ મળેલ છે. જે પૈકી ફોર્મ નં.૬ થકી ૧૬,૯૯૬ નવા મતદારોનો મતદારયાદીમાં સમાવેશ થશે. જ્યારે ૧૫,૧૦૯ મતદારોની વિગતોમાં ફોર્મ નં.૮ થકી સુધારો થશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે.