Close

આણંદ જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓએ તા.31 માર્ચ સુધીમાં બેંક ખાતે આધાર સીડિંગ કરાવવું ફરજિયાત

Publish Date : 11/03/2026

આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભ મેળવતા લાભાર્થીઓને મામલતદાર શ્રી આણંદ ગ્રામ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે લાભાર્થીઓ તેઓના બેન્ક ખાતામાં તારીખ 31 માર્ચ 20026 સુધીમાં ફરજિયાત આધાર સીડિંગની કાર્યવાહી પૂર્ણ કરે તે ખૂબ જ જરૂરી છે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે જે લાભાર્થીઓના એનએસએપી પોર્ટલ ઉપર આધારકાર્ડ સીડીંગ થયેલ ન હોય તેવા લાભાર્થીઓ મામલતદાર કચેરી આણંદ ગ્રામ્ય ખાતે આવીને આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરાવી જાય તે ખૂબ જ હિતાવહ છે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતા લાભાર્થીઓ આધાર શીડિંગની કાર્યવાહી પૂર્ણ ન કરવાને કારણે સહાય નો લાભ બંધ ન થઈ જાય તે માટે આ કામગીરી મામલતદાર કચેરી આણંદ ગ્રામ્યના રૂમ નંબર 6, મહેસુલ શાખા ખાતે અથવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જુના સેવા સદન, ગ્રાઉન્ડ ફલોર, રૂમ નંબર 18, 19, 20, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે પણ કરાવી શકાશે.

આણંદ જિલ્લાના ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ આગામી 31 માર્ચ 2026 સુધીમાં આધાર શિડિંગની કામગીરી પૂર્ણ કરાવે તે માટે મામલતદાર આણંદ ગ્રામ્ય દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.