આણંદ જિલ્લામાં ખરાબ થયેલ રસ્તાઓ મજબૂત બનાવવાના રીસરફેસિંગના કામો પૂરજોશમાં
Publish Date : 12/11/2025
આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર બંનેમાં રસ્તા રીપેરીંગ, પેચવર્ક, રીસરફેસિંગ ના કામો માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત દ્વારા પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યા છે.
માર્ગ અને મકાન વિભાગ આણંદના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ ગઢવી એ જણાવ્યું કે આણંદ જિલ્લામાં વિવિધ જગ્યાઓ ઉપર રસ્તાઓ પેચ વર્ક કરવામાં આવી રહ્યું છે, જેમાં ૦૭ રસ્તાઓ ઉપર ૦૫ કિલોમીટર વિસ્તારમાં પેચ વર્કના કામ ચાલી રહ્યા છે જ્યારે ૦૩ રસ્તાઓ ઉપર ૨૫ km વિસ્તારમાં રીસરફેસિંગના કામો ચાલી રહ્યા છે.
જેમાં ખંભાત શહેરી વિસ્તાર, ખંભાત ડાલી ધુવારણ રોડ જેમાં રેગ્યુલર ડામર કામ, ખંભાત નગરા રંગપુર રોડ જેમાં પેચ વર્કના કામ, પેટલાદ શહેરી વિસ્તાર માં પેચપટ્ટાની કામગીરી, ભાલેજ ઓડ અહીંમા રોડ પર ડામર પટ્ટા ની કામગીરી, ભાદરણ વાલવોડ ગાજણ રોડ ઉપર રેગ્યુલર ડામર કામ, સિંજીવાડા થી તારાપુર રોડ ઉપર પેચ વર્ક કામ, ખેડા માતર તારાપુર રોડ, તારાપુર મોરજ જિચકા રોડ ઉપર પેચ વર્કની કામગીરી અને ઈસરવાડા સાઠ જલુંધ રોડ ઉપર પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં ૦૬ જેટલા જેસીબી મશીન, ૦૪ ટ્રેક્ટર, ૦૩ ડમ્પર, ૦૪ પેવર મશીન, ૦૩ હોટ મિક્સ પ્લાન્ટ અને ૩૫ જેટલા લેબરની મદદથી આણંદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ દૂરસ્તી અને નવા બનાવવાની કામગીરી ચાલી રહી છે.