આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણીઓનું મતદાન તારીખ ૨૨ જૂન ૨૦૨૫ના રવિવારના રોજ સવારના ૦૭:૦૦કલાકથી સાંજના ૧૮:૦૦ કલાક દરમિયાન યોજાશે
Publish Date : 16/06/2025
મતદાનના દિવસે રજા આપવા તથા જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી
આણંદ,સોમવાર: આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણી તા.૨૨/૦૬/૨૦૨૫, રવિવારના રોજ યોજવામાં આવનાર છે.
રવિવારના દિવસે મતદાન કરવાનું હોવાથી મહાનગરપાલિકા/નગરપાલિકા/જીલ્લા પંચાયત/તાલુકા પંચાયત અને તેમની તાબાની કચેરીઓમાં સામાન્ય રીતે રજા હોય છે. તેમ છતાં કેટલીક ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીય અને ખાનગી બેંકો, સહકારી બેંકો અને રાજય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ જેવી કે, રેલ્વે, ટેલીફોન, તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ, સરકારી હોસ્પીટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય કચેરીઓ/સંસ્થાઓ રવિવારના દિવસે પણ ચાલુ રાખવામાં આવે છે.
જેથી ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ટ ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીય અને ખાનગી બેંકો, સહકારી બેંકો અને રાજય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ જેવી કે, રેલ્વે, ટેલીફોન, તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ, સરકારી હોસ્પીટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય કચેરીઓ/સંસ્થાઓના કર્મચારીઓ/કામદારો પોતાનાં મતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદાનના દિવસે તેઓશ્રીની ચૂંટણી હેઠળનાં સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે કચેરીએ મોડા આવવા કે કચેરીએથી વહેલા નીકળવા અગર તો કચેરી સમય દરમ્યાન આવા કર્મચારીઓને/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા અથવા જે દિવસે અઠવાડીક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં રવિવાર તા.૨૨/૦૬/૨૦૨૫ (મતદાનના દિવસે) રજા આપવા જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા આથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા હુકમ કરવામાં આવે છે.
અત્રે નોંધનીય છે કે,આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણીઓનું મતદાન તારીખ ૨૨ જૂન ૨૦૨૫ના રવિવારના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૧૮:૦૦ કલાક દરમિયાન યોજનાર છે.